________________
દશામાં જીવ કર્મનો કર્તા છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મ પરસ્પર કાર્યકારણ ભાવ
સંબંધે જોડાયેલા છે. જેમ બીજ અને અંકુર. ૧૦. કર્મ પુદ્ગલો ખેંચાઈને પછી બંધાય છે. કર્મ પુદ્ગલોને ખેંચવાનું કામ કોણ
કરે છે? યોગ-મન, વચન, કાયાની ક્રિયા માટે “આશ્રવ કહેવાય છે. બંધના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, (યોગ). યોગને “આશ્રવ”નો હેતુ કહ્યો છે અને બંધ' નો હેતુ પણ છે. ઉપર જણાવેલ બંધના ૪ હેતુઓ + યોગ આશ્રવના પણ હેતુ છે. હવે ક્યા કર્મો કેવા કામ કરવાથી બંધાય છે તેની ચર્ચા કરે છે! જ્ઞાનાવરણીય કર્મ બંધાવાનાં કારણો : જ્ઞાનનો અનાદર, જ્ઞાનવાન વ્યક્તિનો અનાદર, તેમના તરફ પ્રતિકૂળ આચરણ, દ્વેષભાવ, કૃતઘ્ન વર્તાવ, જ્ઞાનનાં પુસ્તકો પ્રતિ બેદરકારી, વિદ્યાભ્યાસીના અભ્યાસમાં વિઘ્ન નાંખવું, બીજાને જ્ઞાન ઉપકરણો કલુષિતપણાને કારણે ન આપવાં, મિથ્યા ઉપદેશ આદિથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય! દર્શનાવર્ગીય કર્મ બંધાવાનાં કારણો : શ્રદ્ધા, શ્રદ્ધાવાન, શ્રદ્ધાનાં સાધનો વગેરે સાથે બવર્તન. સાતાવેદનીય કર્મ બંધાવાનાં કારણો : અનુકંપા, સેવા, ક્ષમા, દયા, દાન, સંયમને કારણે સાતાવેદનીય કર્મ બંધાય. બાળ તપથી પણ સાતાવેદનીય કર્મ બંધાય. અસાતા વેદનીય કર્મ બંધાવાનાં કારણો : બીજાનો વધ કરવાથી, શોક, સંતાપ, દુઃખ આપવાથી, દુર્ગાનદૂષિત આત્મઘાત કરવાથી, શોક-સંતાપ, દુઃખગ્રસ્ત રહેવાથી અસાતા વેદનીય કર્મ બંધાય. દર્શન મોહનીય કર્મ બંધાવાનાં કારણો : અસત્ માર્ગનો ઉપદેશ, સત્ માર્ગનો અપલાપ, સંત-સાધુ-સજ્જન-કલ્યાણ સાધનનાં માર્ગો તરફ
પ્રતિકૂળ વર્તાવને કારણે દર્શન મોહનીય કર્મ બંધાય. =================^ ૨૭૩ -KNEF==============