________________
ઈચ્છા વિરૂધ્ધ હિતને ખાતર ઠપકો આપે જ છે ને! ભોળા માણસને ઠગાવવા દાન-પૂજનની ક્રિયા કરાવનારો પાપ જ બાંધે છે. કસોટી યથાર્થ હોવી જોઈએ. ભાવ શુભ યા અશુભ તેવા તેનાં ફળ. પરંતુ વિચારમૂઢ માણસની બેવકૂફી સભર પ્રવૃત્તિ શુભ આશય હોવા છતાં પાપબંધક હોઈ શકે. વિવેકબુદ્ધિ જરૂરી છે. ઉપયોગમાં (અપ્રમત ભાવમાં) ધર્મ મનાયો છે! ૮. સાધારણ માણસો અણસમજને કારણે એવું સમજે છે કે, પાપ-લોઢાની બેડી
જેવું અને પુણ્ય સોનાની બેડી જેવું છે. તો પાપ કરો કે પુણ્ય કર્મ બંધ તો થાય છે. મૂકો પંચાત બધું છોડી દઈએ. જરૂરિયાત પૂરતી પ્રવૃત્તિઓ કરવી, બીજી લપછપ જ નહીં. નિવૃત્ત અકર્મણ્ય બની મોક્ષની વાટ જોઈએ તેમાં શું ખોટું?
આળસું, પ્રવૃત્તિ વિનાનું જીવન “નવરો બેઠો નખ્ખોદ વાળ વાળી પરિસ્થિતિ ઊભી કરશે. બહારથી નિષ્ક્રિય અને મનમાં બધે જ ફરતો હોય, કર્મબંધથી છૂટવા નિષ્ક્રિય બનનારો દંભનો ભોગ બને છે.
મનને શુભ પ્રવૃત્તિમાં સતત જોડ્યા પછી બાહ્યપ્રવૃત્તિઓમાં Brake લગાવવાની છે. અશુભથી છૂટવા શુભનો આશ્રય લેવાનો છે. “વલણ બદલવાનું છે. અશુભ પ્રત્યેનું વલણ તદ્દન નાબૂદ ના થાય ત્યાં સુધી શુભ પ્રવૃત્તિઓ ત્યાજ્ય બનતી નથી.
શુભના બંધમાંથી છૂટવા પ્રવૃત્તિના ત્યાગની જરૂર નથી. પ્રવૃત્તિ કરવાનાં આશયને શુભમાંથી શુદ્ધરૂપમાં ફેરવવાની જરૂર છે. પ્રવૃત્તિ છોડી છૂટે નહીં, આપમેળે જ જતી રહે. સત્યવૃત્તિશીલ જીવન વિકાસમય બને છે. ૯. કર્મનાં બે અર્થ થાય છે ૧. કોઈ કામ, ક્રિયા કે પ્રવૃત્તિ, ૨. જીવની ક્રિયા
દ્વારા કર્મ વર્ગણાનાં જે પુદ્ગલો ખેંચાઈ એને ચોંટે છે, તે બાદ પુગલોને ‘કર્મ' કહેવામાં આવે છે. જ કરાય તે કર્મ. જીવબદ્ધ કાર્મિક પુગલો તે કર્મ.
આ દ્રવ્યકર્મ છે. તેને લીધે રાગ-દ્વેષાત્મક પરિણામો તે “ભાવકર્મ. વિભાવ =================^ ૨૭૨ Kekek-seks-ek-sekkekekekek