________________
જડતાનાં દૃષ્ટાંતો :
આહાર-વિહારમાં બે ધ્યાન : પુષ્ટ ખોરાક ન લે, શક્તિહીન થાય. જુગાર સટ્ટાને રવાડે પૈસા ગુમાવે : આવક કરતાં વધુ ખર્ચ રાખે. પરીક્ષામાં મહેનત જ ના કરી એટલે નાપાસ થઈને આવે. ડોક્ટર પાસે દવા ન કરાવે, ભૂત-પ્રેતના વહેમમાં માંદો પડે. આ બધા દૃષ્ટાંતો જડતા સૂચવે છે, કર્મને દોષ ના દેવાય.
ઉદ્યમ-પુરુષાર્થ કરતી વખતે ઈચ્છિત ફળ મળતાં ફૂલાઈ ન જવાય; ફળ ન મળતાં ઉદ્વેગ ના કરાય. આમ કરવાથી કર્મનાં કાયદાનું ઉલ્લંઘન થાય છે !
કોઈ પર આપત્તિ આવે, અન્યાય થાય તેને સત્વર મદદ કરવી જ જોઈએ. ત્યાં કર્મવાદનું વ્યાખ્યાન આપવા ન બેસાય!
દરેક જીવ બીજાના સહકાર અને સહાય પર જ જીવે છે! પરસ્પર માનવીય સ્નેહથી હળીમળીને રહેવામાં જ સુખ-શાંતિ છે.
કર્મવાદનું નિવેદન છે કે અનિષ્ટ કર્મમાં કર્મોદયમાં પલટો લાવવો એવો અવકાશ માણસના હાથમાં હોય જ છે! જીવ પોતાની ક્રિયાથી કર્મ બાંધે છે તેમ પોતાની ક્રિયાથી કર્મ તોડી પણ શકે છે!
પૂર્વકર્મ બધાં અભેદ્ય નથી. “નિકાચિત કર્મ પણ શ્રેણિ તપ વડે ભેદી શકાય છે. પરંતુ તેમાં ઉત્કૃષ્ટ પવિત્રતા અને સાધના જોઈએ. (શનિંશિકા)
વિવેકબુદ્ધિનો અભાવ અંધશ્રદ્ધા, ગતાનુગતિકતા (રૂઢિવાદ), દેખાદેખી, અજ્ઞાનતા, લોભ, લાલચ વગેરે અનિષ્ટો પ્રમાદના કારણે આડા આવે છે. ઈચ્છિત પરિણામ આના કારણે ન પણ આવે. ૭. દાન પૂજા સેવા કરી - પુણ્ય બંધાશે; કોઈને કષ્ટ પહોંચ્યું - પાપ બંધાશે.
પુણ્ય પાપનો નિર્ણય કરવાની કસોટી બાહ્ય ક્રિયા નથી.
દાન પૂજન કરનારો પાપોર્જન કરી લેતો હોય છે અને પરોપકારી ડોક્ટર શસ્ત્રક્રિયા કરી, કષ્ટ પહોંચતું હોવા છતાં પુણ્ય ઉપાર્જન કરે છે. મા-બાપ પુત્રની =================^ ૨૭૧ -KNEF==============