________________
તે દુષ્કર્મોની (અનીતિ-અન્યાય) ભયાનકતા-દુઃખકારકતામાં જ્યારે પેદા થાય ત્યારે કર્મવાદમાં શ્રદ્ધા થઈ ગણાય. “કરે તેવું પામે, વાવે
તેવું લણે.' છે “પ્રત્યેક વ્યક્તિ પોતાનાં કૃત્યો માટે પોતે જવાબદાર છે.” જે થાય છે
તે મારાં જ કર્મના ઉદયને લીધે થાય છે - મયણાસુંદરી. જ જ્ઞાનીને રસદાર ખાન-પાન જોઈ આંખમાંથી પાણી આવે આપણને
મોઢામાં પાણી આવે છે. અનાસક્તપણે કેળવવું પડશે. સંસારવર્તી જીવની કોઈ પણ જીવન ઘટના પાછળ સામાન્યતઃ પૂર્વકર્મનું બળ રહેલું જ છે. કોઈ મારવા આવે તેનો પ્રતિકાર કરો તો તે વેરવૃત્તિ નથી. તમારા રક્ષણ કાજે સમુચિત ઉદ્યમ કરવામાં કર્મશાસ્ત્ર પણ ટેકો આપે છે. પુરુષાર્થી બનો, પ્રશસ્ત શમભાવ મર્દાનગી છે. આનાથી નવા કર્મો બંધાય નહી. ૫. નસીબ અજ્ઞેય છે, માણસનું કામ પુરુષાર્થ કરવાનું. ખોદીએ તો જમીનમાં
પાણી હોય તો નીકળે. ઉદ્યમ દ્વારા ભાગ્ય હોય તો મળે.
સર્વોપરી સત્તા કોની? આત્માની. એને ધ્યાનમાં લઈ શક્ય તેટલા પુરુષાર્થી બનવું પડે. અશુભ કર્મો ભોગવતી વખતે પ્રશસ્ય સમભાવ એ જ મર્દાનગી છે. એ વખતે મનને સ્વસ્થ કોણ રાખે છે? કર્મવાદની સાચી સમજણ. અને તો જ નવા કર્મો ના બંધાય..!
પૂર્વ જન્મમાં કરેલ કર્મ આ જન્મમાં ફળે છે, તેમ આ જન્મમાં કરેલા કર્મો પણ આ જન્મમાં ફળતાં હોય છે. (ભગવતી સૂત્ર) ૬. જીવનમાં રોગ આવે, પૈસા જાય, આપત્તિ આવે વગેરે ઘટનાઓનું મૂળ પૂર્વ
કર્મ હોઈ શકે અને તેવા વખતે યોગ્ય પ્રયત્ન કર્યા છતાં આપત્તિ ના ટળે તો દુર્બાન કર્યા વગર સહન કરવા પૂરી કોશિષ કરવી ઘટે.
પૂર્વ કર્મને દોષ દઈ કંઈ જ પુરુષાર્થ ન કરે તે પ્રમાદી છે. =================^ ૨૭૦ -KNEF==============