________________
આ નિયમની ઉપેક્ષા થાય ત્યારે પણ કર્મબંધ થાય જ છે. ફક્ત રસ, સ્થિતિ ઓછાં હોય છે. જીવે હઠીલા બનવું જોઈએ. ભોગ પ્રત્યેની આસક્તિને દૂર કરવાની હઠ! જ્ઞાની ભોગ ભોગવે છે પરંતુ અનાસક્તપણે-જાગૃત રહીને અને તેને કારણે કર્મ બંધના બાધાકારક સંયોગથી મુક્ત રહે છે અને પરિણામે અભયતા
ભોગવે છે. ૩. વ્યક્તિને સ્વતંત્રતા હોવી જોઈએ ભૌતિક, માનસિક, આધ્યાત્મિક. પરંતુ
સાથે નીતિ-નિયમોના બંધનને સ્વીકારવાની હામ જોઈએ. નીતિ-નિયમો ખરાબ રૂઢિઓના આધારે રચાયેલા હોય તો તેને શસ્ત્ર બનાવાય નહીં. શોષણ થતું હોય તો તે અટકાવવું જ જોઈએ. ત્યાં પૂર્વ કર્મની Argument
ના વપરાય. ૪. સંસારવર્તી જીવની કોઈપણ જીવન ઘટના પાછળ સામાન્યતઃ પૂર્વ કર્મનું
બળ હોય જ છે. જેમ કે ભૌતિક, શારિરિક કે આર્થિક આપત્તિઓ આવેદનીય આપત્તિ લાવનાર ઈરાદાપૂર્વક વર્તતો હોય તે દોષમાં પડે જ છે. કોઈ મારવા આવે તો એનો પ્રતિકાર કરો તે વેરવૃત્તિ ના કહેવાય. કોઈ ધીરેલા પૈસા પાછા જ ન આપતો હોય તેના માટે દાવો કરો તો તે વેરવૃત્તિ ના કહેવાય. કોઈ તમારી ચીજ વસ્તુ લઈ જતો હોય તેનું તમે રક્ષણ કરો તે વેરવૃત્તિ નથી. શઠ, ચોર, ઠગ, લુચ્ચા, લબાડ કે ગુંડાનો સામનો કરવો પડે તો
કરવામાં દોષ નથી. આ યોગ્ય ઉદ્યમ, પ્રયત્ન, પુરુષાર્થને મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
માંદા પડીએ તો દવા કરવી પણ પડે! રામે રાવણ સાથે યુદ્ધ કર્યું હતું તે ન્યાયયુક્ત હતું. આ સર્પ, વિષ વગેરેની ભયાનકતા તથા દુઃખકારકતા પર જે વિશ્વાસ છે =================^ ૨૬૯-KNEF==============