________________
કર્મના પુદ્ગલોનો પ્રકાર એક જ. જીવો જુદા જુદા દરેક જીવોનાં કષાયરૂપ પરિણામો નિમિત્ત બને અને ભિન્ન ભિન્ન રસ બંધ કરાવે.
જેમ ઘાસ એક જ ખાનારા ભેંસ, બકરી, ગાય જુદા જુદા દરેકનું પરિણમન જુદું જુદું. ચીકણું દૂધ, પાતળુ દૂધ, મંદ પ્રકૃતિ દૂધ વગેરે. જ કર્મની ૧૦ અવસ્થાઓ :
બંધ, ઉદ્વર્તના, અપર્વતના, સત્તા, ઉદય, ઉદીરણા, સંક્રમણ, ઉપશમના, નિધત્તિ, નિકાચના.
પૂર્વજન્મ-પુનર્જન્મઃ જીવની જુદા જુદા દેહ ધારણ કરવાની પરંપરા અનાદિ કાળથી ચાલી આવે છે. આત્માનો પહેલો જન્મ યાને એની આદિ – શરૂઆત જેવું માનવામાં આવી શકે.
પૂર્વ જન્મની અસર નજરો નજર દેખાય છે. એક માતાનાં સંતાનોમાં અંતર જણાય છે. ધનવાન અને સુખી અનીતિ કે અનાચારમાં વ્યસ્ત જોવા મળે તો તે પૂર્વ જન્મના કર્મોની અસરને કારણે હશે એવું માની શકાય છે.
સાવધાનીથી ચાલવા છતાં ઉપરથી ઇંટ પત્થર પડવો - પૂર્વ કર્મ. મૂળ, વર્તમાનના જન્મમાં નથી - પૂર્વ જન્મમાં છે. વર્તમાન, ભવિષ્યનાં ભવોનું મૂળ છે. કર્મનો નિયમ, ચોક્કસ અને ન્યાયમય વિશ્વશાસન છે.
આત્માની નિત્યતા સમજનારો માને છે કે, બીજાનું બૂરું કરવું પોતાનું બૂરું કરવા બરાબર છે. આત્મા, કર્મ (પુણ્ય-પાપ), પુનર્જન્મ, મોક્ષ અને પરમાત્મા એ પંચક સમજવા જેવું છે. ૧. પ્રત્યેક વ્યક્તિ પોતાનાં કૃત્યો માટે જવાબદાર છે. પરંતુ સમાજનાં
સામુદાયિક કાર્યોનાં પરિણામ પણ સમાજે, સમાજની બધી વ્યક્તિઓએ
ભોગવવા પડે છે. ભવિષ્યની પેઢીને પણ ભોગવવા પડે છે. ૨. કર્મવાદનો સનાતન નિયમઃ કરે તેવું પામે અને વાવે તેવું લણે ! નાછૂટકે =================^ ૨૬૮ -KNEF==============