________________
છોડી છૂટતી નથી. આપ મેળે જ છૂટી જાય છે. સમ્પ્રવૃત્તિશીલ જીવન વિકાસમય જીવન બને છે. કર્મ બંધનાં હેતુઓ - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. યોગને
આશ્રવનો હેતુ અને બંધનો હેતુ પણ કહ્યો છે. જ માનસિક ક્રિયાથી પણ કર્મબંધ થાય છે પરંતુ સદાચારી જીવને એનાથી ડર
હોતો નથી. એ પુણ્યકર્મનો બંધ અને ઉચ્ચ નિર્જરારૂપ પુણ્ય બાંધતો આત્મકલ્યાણ કરતો રહે છે. કર્મ જ્યારે અબાધાકાળ પૂરો થતાં વિપાક-ફળ બતાવતું ઉદયમાં આવે ત્યારે તે ક્રિયાને રસોદય કહે છે. ફળ બતાવ્યા વિના જ્યારે એ ખરી પડે ત્યારે તેને “પ્રદેશોદય' કહે છે. અનંતા કર્મનો જથ્થો સાધના દ્વારા પ્રદેશોદયથી નષ્ટ કરી શકાય છે. જ્યારે સર્વ કર્મ નાશ થાય ત્યારે મોક્ષ સિદ્ધિ મળે છે. જે કર્મો બાંધીએ તે બધાં જ “પ્રદેશોદય’ની અપેક્ષાએ ભોગવવા પડે. વિપાકોદયથી નહીં. કર્મબંધ થતાં જ તે પુગલોમાં જોશ આવે અને તે કર્મની પ્રકૃતિ, સ્થિતિ, રસ તથા પ્રદેશ એ જ સમયે નિર્માણ થાય છે. યોગ : પ્રકૃતિથી સ્વભાવ નક્કી થાય.
પ્રદેશથી કેટલાં કર્મનાં સ્કંદો બંધાયા છે તે નક્કી થઈ જાય છે. કષાય : સ્થિતિથી આત્મા સાથેનો રહેવાનો કાળ.
રસથી તીવ્ર યા મંદ મીઠા યા માઠા ફળ દેનારી શક્તિ. કષાયો ૪ : ક્રોધ, માન, માયા, લોભ. પેટભેદ ૪: ૧. અનંતાનુબંધી : મિથ્યાત્વના સાથી, સમ્યક્દર્શનને રોકે.
૨. અપ્રત્યાખ્યાનાવરણ : દેશવિરતિને રોકે. ૩. પ્રત્યાખ્યાનાવરણ : સર્વવિરતિને રોકે.
૪. સંજ્વલન : વીતરાગ ચારિત્રને રોકે. =================^ ૨૬૭ -KNEF==============