________________
આજે વિજ્ઞાને એક સેકંડના અબજ અબજ અબજ અબજ કરોડમાં ભાગને Plank Second કહ્યો છે. જૈન ધર્મની પરિભાષામાં સમય આનાથી પણ સૂક્ષ્મ છે. એક સમયમાં ૧૦૮થી વધુ જીવો મોક્ષે ન જાય પરંતુ એક સેકંડના અબજમાં ભાગમાં કરોડો જીવો મોક્ષે જાય ને ! આપણી બુદ્ધિમાં ૨૦ કરોડ જીવો એક સાથે મોક્ષે ગયા તેવું લાગે.
ચોથા આરામાં જન્મેલા જીવો પાંચમા આરામાં મોક્ષે ગયા છે. ગૌતમસ્વામી મહાવીર ભગવાનનાં મોક્ષ બાદ ૧૨ વર્ષે, સુધર્માસ્વામી ૨૦ વર્ષે, જંબૂસ્વામી ૬૪ વર્ષે ભરત વર્ષમાંથી મોક્ષે ગયા.
મોક્ષ માત્ર ૧૫ કર્મભૂમિમાંથી જ થાય. તેની બહાર ન જ થાય એ નિયમ છે. અઢી દ્વીપ પ્રમાણ ૪૫ લાખ યોજન. તેની ફરતે માનુષોત્ત૨ પર્વત છે. તેની બહાર કોઈ પણ મનુષ્ય જન્મ કે મરણ ના થાય.
મોક્ષમાં સંપૂર્ણ સ્વભાવ પ્રગટવાથી ત્યાં કોઈપણ પ્રકા૨નું દુ:ખ નથી. જ્યાં સંતોષ, તૃપ્તિ આદિ આત્મિક ગુણોની ખીલવણી છે ત્યાં શાંતિ, સમાધિ, પ્રસન્નતા છે. ‘દોષનાં જાગરણમાં દુઃખ અને ગુણપ્રાપ્તિમાં આનંદ.’
ઈચ્છા હોય ત્યાં દુઃખ આવે જ છે. કારણ સર્વ દુઃખોનું મૂળ ઈચ્છા છે. એક જ ઈચ્છા કરીએ કે હું સર્વ ઈચ્છા વિનાનો બનું. DESIRE TO BE DESIRELESS. કપિલ બે માસા સોનું લેવા ગયો. ઈચ્છા વધતી ગઈ, દુ:ખી થતો ગયો. ભાવની ધારા ચાલી... કેવળજ્ઞાની, પછી મોક્ષે ગયા.
ભવ્ય જીવ જ મોક્ષે જાય પરંતુ બધા ભવ્ય જીવ મોક્ષે જાય જ એવો નિયમ નથી. માટે પુરુષાર્થ ક૨વો જ રહ્યો.
ભવ્ય જીવો આઠમા અનંતા છે, અભવ્ય ચોથા અનંતા છે અને મોક્ષે પાંચમા અનંતા જીવો ગયા છે. માટે બધા ભવ્ય જીવો મોક્ષે જતા નથી. નહીંતર તો મોક્ષે જનારા જીવો પણ આઠમા અનંતા કહ્યા હોત.
****************** 230 ******************