________________
***
રૂપી-અરૂપી : જેને રૂપ છે એ જ રૂપી નહીં. જેને વર્ણ (રંગ), ગંધ, રસ, સ્પર્શ, આકાર હોય તે રૂપી અને જેને આ બધાં નથી તે અરૂપી. રૂપી દેખાય, અરૂપી ન દેખાય. જે દેખાય તે ‘પુદ્ગલ’ છે. પૂરણ અને ગલન થાય તે પુદ્ગલ. પુદ્ગલ પરિવર્તનશીલ છે, રૂપી છે. કર્મ પણ પુદ્ગલ છે.
મોક્ષ કોને મળે?
TV, સારું સારું ખાવાનું, પતિ, પત્ની, પુત્ર આદિ દુન્યવી પદાર્થોની ઈચ્છા જેને થાય તેને બધું મળે જ તેવો નિયમ નથી. પરંતુ મોક્ષની ઈચ્છા જેને થાય તેને મોક્ષ મળે જ એવો નિયમ છે.
મોક્ષ કેવી રીતે મળે ?
પોતાનાં પાપ કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય તો મોક્ષ મળે. પુણ્યથી સ્વર્ગના સુખો મળે, ધર્મક્રિયાઓ પુણ્ય બંધાવે. સંસારમાં રહી પાપ કર્મોનો ક્ષય પ્રમાણમાં ખૂબ ઓછો છે. માટે સર્વવિરતિને જ ધર્મ કહ્યો જ્યાં લખલૂટ પાપનો નાશ થાય છે.
મોક્ષમાં જેટલા જીવો મોક્ષે ગયા છે તેનાથી અનંતગણા જીવો બટાટા, કાંદા વગેરે કંદમૂળમાં છે. તો આને વિચારી આત્મસાત કરી કંદમૂળનો ત્યાગ મોક્ષમાં જવાની તમન્નાવાળાઓ માટે આવશ્યક છે! મોક્ષ માનવ ગતિમાંથી જ પ્રાપ્ત થાય છે. માટે જેટલું બને તેટલું જલદીથી આ તત્ત્વજ્ઞાનને પચાવવા પ્રયત્ન કરવો ઘટે. વધુમાં વધુ ૫૦૦ ધનુષની કાયાવાળા. ઓછામાં ઓછી ૨ હાથની કાયાવાળા.
મોક્ષે કોણ જઈ શકે ? (૧ ગાઉ=૨૦૦૦ ધનુષ) એક સમયે વધુમાં વધુ ૧૦૮ આત્માઓ મોક્ષે જાય.
મોક્ષે જવાનું બંધ થાય તો વધુમાં વધુ છ મહિના સુધી બંધ રહે. ચૈત્ર સુદ પૂનમે શત્રુંજય તીર્થમાંથી પુંડરિક સ્વામિ સાથે ૫ કરોડ મોક્ષે ગયા. કા.સુ.પૂનમે શત્રુંજય તીર્થમાંથી દ્રાવિડ-વારિખિલ્લ સાથે ૧૦ કરોડ મોક્ષે ગયા.
આસો સુદ પૂનમે શત્રુંજય તીર્થમાંથી પાંડવો સાથે ૨૦ કરોડ મોક્ષે ગયા. ****************** 22 ******************