________________
****
* જ્યાં નવા કર્મો બંધાયા કરે તે દુર્ગતિ, જ્યાં ખૂબ બધા કર્મો નાશ પામે તે સદ્ગતિ.
܀
* દેવગતિના અને નારકોના જીવો ચોથા ગુણસ્થાનકથી આગળ જઈ ન શકે. તિર્યંચગતિના જીવો પાંચમાં ગુણસ્થાનકથી આગળ જઈ ન શકે. * સાત લાખ સૂત્રનો ક્રમ ગુણસ્થાનકને આધારે ગોઠવાયો લાગે છે. સમકિત
સમકિત એટલે હૃદય પરિવર્તન, વિરતિ એટલે જીવન પરિવર્તન. હૃદય પરિવર્તન વગરનું જીવન ‘આભાસમય’ જ રહે છે, જીવન પરિવર્તન લાંબુ ન ટકે. ભગવાનની બધી જ વાતો માનો તો જ સમકિત નહીં તો મિથ્યાત્વ. સમકિત પામતાં પહેલા ૬ અવસ્થા પસાર કરવી પડે.
૧. દ્વિબંધક, ૨. સુકૃતબંધક, ૩. અપુનર્બંધક, ૪. માર્ગાભિમુખ, ૫. માર્ગપતિત, ૬. માર્ગાનુસારી.
મોહનીય કર્મની ઉ. સ્થિતિ ૭૦ કો.કો.સા. બેથી વધારે વાર ન બાંધે તે દ્વિબંધક.
મોહનીય કર્મની ઉ. સ્થિતિ એક જ વાર બાંધનારો તે સુકૃતબંધક.
એક વા૨ બાંધ્યા બાદ ફરી મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ન જ બાંધે તે અપુનર્બંધક.
હવે મોક્ષ માર્ગ તરફ નજર કરતો થાય તે માર્ગાભિમુખ.
પછી મોક્ષ માર્ગ ૫૨ જઈને ઊભો રહે તે માર્ગપતિત.
જ્યારે મોક્ષમાર્ગને અનુસરે ત્યારે તે માર્ગાનુસારી બને.
ત્યાર બાદ જ સમકિતી બનાય.
મોહનીય કર્મનું મિથ્યાત્વ મોહનીય કર્મ જ ૭૦ કો.કો.સા. સ્થિતિવાળુ બંધાઈ શકે છે. માટે જ મિથ્યાત્વ જેવો કોઈ દોષ નથી.
****************** 239 ******************