________________
આત્મામાં રાગ-દ્વેષ-વિષય-કષાય વગેરે દોષોની તીવ્ર મંદતાને પરિણતિ કહેવાય. મન-વચન-કાયાનાં વિચાર-ઉચ્ચાર-આચારની પ્રવૃત્તિ અને પરિણતિ આત્મામાં ચુંબકીય શક્તિ પેદા કરે છે, જે કાર્મણ વર્ગણાને ખેંચી પોતા પર ચોંટતા કર્મ બને છે. તે વખતે તેમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ નક્કી થાય છે.
મિથ્યાત્વ જે અઢારમું પાપ છે તેના કારણે આગળનાં ૧૭ પાપો થયા કરે છે. મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી સમકિત ન જ આવે.
સમકિતને, તમે શું કરો છો? તેની સાથે નિસ્બત નથી પણ તમે શું માનો છો? તમારી માન્યતાઓ શું છે? આત્માનો ઝોક યા તેનું વલણ કેવું છે તેની સાથે નિસ્બત છે.
પરમાત્મા સાથે એકતા તે સમ્યકત્વ; જુદાપણું તે મિથ્યાત્વ. વિરતિ (ત્યાગ, પચ્ચખ્ખાણ વગેરે)ને ઉચ્ચાર-આચાર સાથે સંબંધ છે જ્યારે આચારોમાં પરમાત્મા સાથે એકતા તે સર્વવિરતિ. જ મિથ્યાત્વ ૫ પ્રકારે : ૧. મારું તે જ સાચું, તીવ્ર પકડ. બીજાની વાત માનવાની તૈયારી ન હોવી,
બીજા બધા ખોટા, હું જ સાચો. આભિગ્રાહિક મિથ્યાત્વ. ૨. બધા ધર્મ સારા એવી વિચારણા. અનાભિગ્રહિક મિથ્યાત્વ.
સર્વ ધર્મ સમભાવ નહીં, સર્વ ધર્મ સહિષ્ણુભાવ જોઈએ. ૩. ભગવાનની બધી વાત માને પણ એકાદ ન માને તે આભિનિવેશિક મિ.
કરાતું હોય તે કર્યું કહેવાય - કડે માણે કડે વ્યવહાર ભાષાનું ભગવાનનું વાક્ય. જમાઈ જમાલીને માન્ય ન થયું, કદાગ્રહમાં મિથ્યાત્વી થયો. ઉત્સર્ગ અને અપવાદ પોત પોતાને સ્થાને, સમજીને વાપરવાનાં છે. ભગવાનની સામે બળવો કરનારા નિહ્નવ કહેવાય. નિત્સવ એટલે ભગવાનનાં સિદ્ધાંતને છુપાવનાર. ૮ નિદ્ભવ છે. જમાલી પહેલો નિદ્ભવ હતો. ભગવાને કહ્યું તે કરવાનું છે. તેમણે કર્યું તે કરવાનો
આગ્રહ ન રખાય. =================== ૨૩૨ ---------------- ----*