________________
દુઃખની અવસ્થાઓ બદલાતી જાય છે. અરે, દુઃખમય નારકપણે પણ એક દિવસ પૂર્ણ થાય છે. માટે દુઃખની પરિસ્થિતિમાં ધૈર્ય, સમતા રાખી કાળ પસાર કરવાનો. દુઃખને ગણકાર્યા વગર આત્મશક્તિ ખીલવવા આચાર, જ્ઞાન-ક્રિયા, વ્રત પચ્ચકખાણથી શક્તિ હોય તે અનુસાર આત્માને ભાવિત કરવાનો. તેનાથી અશુભ ભાવો તૂટે છે, અશુભ બંધનો ઢીલા પડે છે. ૧૨ ભાવના, ૪ મૈત્રિ આદી ભાવનાનું ચિંતન જીવને એક અનોખા સ્તર પર મૂકે છે. ધીરે ધીરે આવા પ્રયત્નથી જીવમાં સમભાવની વૃદ્ધિ થયા વગર ના રહે!
શાસ્ત્ર કહે છેઃ ધર્મ બે પ્રકારે હોય છે. ૧. ભાવધર્મ, ૨. પ્રવૃત્તિધર્મ.
સમજણ આવતાં પ્રવૃત્તિ અને ભાવધર્મ બંને હાંસિલ થાય છે. જ્યારે શક્તિ ના હોય ત્યારે ભાવધર્મ અગત્યનું કામ કરે છે. પ્રવૃત્તિધર્મ એ ભાવધર્મનું કારણ છે. રોગ અવસ્થામાં આત્માને ભાવિત કર્યો હોય તો ભાવધર્મ ટકી જ રહે છે. ભાવધર્મ હશે તો સમાધી અને સદ્ગતિ નિશ્ચિત છે એવું શાસ્ત્રવિધાન છે. કિંમત શક્તિની જ નથી, શક્તિની સાર્થકતાની અને સદ્ભયની છે. ભાવ હોય તો ભવ પાર થઈ શકે. રોગ અવસ્થાની તો વાત, એનો કાળ બહુ આસાનીમય છે. રોગ અવસ્થાને ગૌણ કરી ભાવધર્મની સહાય લઈ સ્વસ્થતાનો અનુભવ કરીએ! ઓ મન! તું કેમ બગડી જાય છે?
કષાયગ્રસ્ત વાસના મન બગાડે છે. મગજમાં શું ફીટ કરીને રાખી મૂક્યું છે તે દુઃખનું કારણ બની શકે છે. તમને જે જે કારણે દુઃખ થાય છે તેમ અન્યને પણ તે તે કારણે દુઃખ થાય છે. તમને જે નથી ગમતું તે બીજાને પણ કદાચ ના ગમે. ૧. મનને બગાડનારું મોટું શસ્ત્ર “અહંકાર' ગણ્યું છે. માન, ખોટી
માન્યતાઓ, કલ્પનાઓ, આગ્રહો છે. આને મનનાં વિકાર કહ્યા છે. ૨. બીજું કારણ અનાદિથી ખોટી વાસના અને સંસ્કારોગ્રસ્ત આત્મા. આ
વાસના, સંસ્કારો બહાર આવે (શાસ્ત્રીય ભાષામાં જ્યારે કર્મનો ઉદય થાય છે), નિમિત્ત સહ કે નિમિત્ત વગર, મન બગડે છે. કર્મધારા
જીવનમાં ઉઠે, મન ખોટા રસ્તે ચડે અને મન બગડે. =================k ૭૮ -KNEF==============