________________
મન બગડે તેને સુધારવાનો શાસ્ત્રીય ઉપાય છે : કર્મધારા સામે ઉપયોગ કરી, મનને જ્ઞાનધારાથી સમજાવી કલ્પનાશૂન્ય બનાવો. જ્ઞાનધારા એટલે સમજણ. આગ પર પાણી છાંટવા જેવી સમજણ.
જ્ઞાનધારા-જ્ઞાનદ્રષ્ટિ ધીરે ધીરે અભ્યાસથી કેળવાય અને આધિ-વ્યાધિઉપાધિથી મુક્ત કરે કરે ને કરે જ! જીવમાં વાત્સલ્ય અને પ્રેમના ઝરણાં વહાવી દે છે. પ્રસન્નતા આપે છે. શાંતિથી પરમાર્થરૂપ આ માર્ગ સચોટ અને અસરકારક છે.
ભગવાન મહાવીરની અંતિમ દેશના
ચિત્રકારની આંખોમાં દ્રષ્ટિ હતી અનાદિકાળથી સંતો-સદ્ગતિનો અને સુકૃતનો માર્ગ વિદ્યમાન છે પણ આપણે જાણ્યો નહીં, પિછાણ્યો નહીં. પ્રભુની વાણી સંસારની શ્રેષ્ઠ વાણી છે. એ કલ્યાણી છે, નિર્વાણી છે.
સમુદ્ર કિનારે રોજ સાંજે એક ચિત્રકાર ક્યાંકથી આવે છે. ફલક પર પીંછી ફેરવી કોઈ ચિત્ર ઉપસાવતો રહે છે. બાજુમાં માછીમારના ઝૂંપડા હતાં. તેમાં રહેતી એક બાઈ બહુ જ કુતૂહલ-કૌતુકપૂર્વક આ માણસને જોતી. એકાગ્રતાથી અને કોઈ ગજબના આત્મવિશ્વાસથી એ ચિત્રકાર ફલકને વિસ્તરતો રહે છે. રોજ સાંજ આવે. આથમતા સૂર્યને જોયા કરે. પોતે દોરેલી રેખાઓને જોયા કરે, નિહાળ્યા કરે અને મનોમન રાજી થયા કરે. સૂર્યાસ્ત થતાં ચિત્રકાર ચિત્ર પર કપડું ઢાંકી એક તરફ મૂકી ચાલતો થાય. પેલી બાઈનું અચરજ, અચંબો એને ચંચળ કરી મૂકે છે. એમને ગાંડા ચિત્રકાર ઉપર હસવું આવે છે. આમાં વળી શું છે? એ શું જોઈ હરખાય છે? માછીયારણ બાઈને ચિત્ર સાફ નજરે પડે નહીં. પેલો ગયો અને કપડું ઊંચું કરીને જોયા કરી.. વિસ્મય!
અઠવાડિયું દસ દિવસ થયા.. સંધ્યાએ અભૂત શૃંગાર કર્યા હતાં. ભાવ ભીનો થઈ જાય એવું કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલેલું હતું. સૂર્ય પશ્ચિમ આકાશની ક્ષિતિજ પર આવી ઊભો
=====
==========૭૯ ----------------
*