________________
***
હતો. સંધ્યા સોનાના રથમાં સફર કરવા નીકળી હતી. વાદળીઓએ ગુલાલ વેર્યો હતો. સૂર્યના કિરણો દૂર-સુદૂર સુધી રેલાતાં સ્મિત વેરતાં મનને ભીનું કરી દેતાં કિરણોમાં સમંદરનું નીર સોનલવણું બહેકતું હતું. ચિત્રકારે બધું જ લહે૨ પંક્તિને અડીને બીજી-ત્રીજી અનેક લહે૨ પંક્તિઓ, હિલોળા લેતો સમુદ્ર, સોનેરી આકાશ, સૂરજબાપા બધું કપડાં પર સજીવ ઉતાર્યું હતું.
પેલી બાઈ તો આ જોઈને ગાંડી-ઘેલી થઈ ગઈ, નાચવા લાગી. અરે ! આવું તો ક્યારેય ક્યાંય દીઠું નથી. આ પરદેશી તો અજબનો જાદુગર છે. શું કમાલ કરી છે? અવિન ૫૨ અમીરાતભર્યું આખું અંબર ઉતાર્યું આણે તો! બાઈ ચિત્રકારના ગયા પછી રોજ સાંજે ચિત્ર જોઈ આવતી. એમનું ખૂબજ ઊંડું અવલોકન થઈ ગયું હતું. ચિત્રમાં શું ઉમેરાયું તે તરત જોઈ શકતી. હવે, એની આંખના આનંદભર્યા સાગર સામે આ દરિયો ઈર્ષ્યાથી ખારો થઈ ગયો.
એક સાંજે ચિત્રકાર પોતાના ચિત્ર ફલકને લપેટી, બધા રંગ-રૂપ-રેખાના સાધનો લઈને જવા તૈયાર થતો હતો. બાઈ એ જોઈ હાંફળી-ફાંફળી દોડતી આવી. શું તમે ચાલ્યા જવાના? આસમાનની રોશની પણ લઈ જવાના? કેવા ચોટદાર શબ્દો છે આ? આડંબર અને વિદ્વતા વિનાના છતાં અંદ૨ આત્મામાં ઉતરી જાય તેવા. એની તાસીર અસ૨ કરે જ! શું તમે જાવ છો ?
હા બાઈ! તમારી ભૂમિ, સાગર કાંઠો, આ લહેરો, આ સમંદર, રેતી એમાં પડેલ પગલાં, તરતાં વહાણો, સૂરજનું સોનું, સંધ્યાની લાલી, આ તમારું ભોળા માણસોનું ગામડું... ક્ષિતિજ ને તેના આગોશમાં જઈને સફર કરી પાછો પોઢી જતો સૂર્ય. અમારા ગામમાં આવું કંઈજ નથી એટલે એ લેવા આવ્યો'તો. ઘણાં દિવસ થયા, જઈશ.
ઊભા રહો, મારા વરને બોલાવી લાઉં. એને તમારું ચિત્ર દેખાડો. અરે, એને વળી આમાં શું જોવાનું? તમારી નજર સામે રોજ જીવતું, જાગતું ને ચેતનવંતુ છે!
****************** 20 ******************