________________
તમારી વાત સાચી છે. આ બધું જ છે ને હતું. પણ અમારી નજર ત્યાં સુધી કદી પહોંચતી નહોતી. અમને જોતાં નહોતું આવડતું! તમે જોતાં શીખવ્યું. હું એમને પણ કહ્યું અને એને પણ જોતાં આવડે કહી, માછીયારણ ઝૂંપડા તરફ દોડી.
આવું છે અસ્તિત્ત્વનું. બધું જ છે, પણ જેવું છે તે તેવું તમને જણાતું નથી. તમે જોયું જ નહીં, જાણ્યું જ નહીં. તો શું છે? કાંઈ જ નથી. તો પછી, તમે પણ શું છો?
માણસે બધું જ ઊંડાણથી જાણવું-સમજવું જોઈએ. જ્ઞાનીઓની વાતો, સંતોની વાતો, તીર્થકરોની વાતોમાં કહેલું બધું જ કરવા જેવું છે! - આખાયે શરીરમાં સહુથી મોંઘી દુર્લભ ચીજ આંખો છે. પણ દ્રષ્ટિ વિનાની
આંખો શા કામની? દ્રષ્ટિ માટે ભગવાને સમજાવ્યું છે કે, તમારી દ્રષ્ટિને સમ્યક્ રાખજો. તમને જરાક પણ જોતાં આવડી જાય તો નયન સફળ થઈ જાય. અરે, જીવન સફળ થઈ જાય. જોવાની અને સમજવાની એક કળા છે. વત્તા વિહિના: પશુfમ: સમાના: કળા વિનાના મનુષ્ય પશુ સમાન ગણાયા છે. સાહિત્ય, વિદ્યા, સંગીત, નૃત્ય, પાંડિત્ય જેવું જીવનમાં કાંઈ જ નથી. તેવા જીવો પાસે સદા અશાંતિ, અસંતોષ, ઉપદ્રવ, કલેશ અને સદાની
બળતરા છે. આપણે જેવા છીએ તે આપણાં સ્વયંને લીધે છીએ. છે પૈસાની પાછળ ખુવાર નહીં થતા. રૂપિયો (ડોલર) તમારો સાવ ખાલી છે.
જે દિવસે સત્કર્મમાં વપરાય છે તે દિવસે જ એ ભરાય છે. અવતાર નવા મળે છે પણ ધંધા તો જૂના જ હોય છે. આ ભવમાં જે કર્યું હશે તે પર ભવે પણ પ્રાયઃ કરશો. અહીં ભેગું જ કર્યું હશે તો આવતા ભવે ઉંદર, મધમાખી કે કોઈ ધનભંડારનાં નાગ થવામાં કોઈ નવાઈ નથી. વિના જરૂરે પણ દુઃખી થઈ પૈસા ખાતર દોડાદોડ કરો છો? ધર્મ પર ભરોસો કરો એ તમને બધું જ આપશે.
खुद अपनी कैदके बंध, आदमी तोडे तो हम जाने,
पराई कैद से आजाद हो जाना तो आसां है । =================k ૮૧ -KNEF==============