________________
જ આપણું અસલ સ્વરૂપ અંદર ઊંડાણમાં સંતાયેલું છે. બહાર દેખાતું રૂપ સાવ
જુદું જ હોય છે. તમે આંતર-બાહ્ય અવસ્થાને જુઓ અને તે રીતે સ્વયંને
ઢાળવાની કોશિષ કરો. તમને અવશ્ય સફળતા મળશે. જ ધર્મ વિનાનું બધું જ વ્યર્થ છે. પ્રાણ અને સુગંધ વિનાનું છે! જ દ્રષ્ટિ વિનાનું દ્રશ્ય કાંઈ જ નથી. દ્રષ્ટિ વિનાની આંખો શા કામની? જ ભાતા વિનાનો પથિક માર્ગમાં ભૂખ્યો, તરસ્યો ને દુઃખી થાય છે. ધર્મ
વિનાનો પરલોક જતો જીવ મહાપીડાનો શિકાર થાય છે. શેવાળ ખસી ગઈ અને તળીયે રત્નો દેખાયા તેમ સંસાર હટી જતાં સાધુતા દેખાઈ ત્યારે અણગાર થઈ પામી ગયા એ જીવો! આને સમજભર્યા અંતરના વૈરાગ્યનો અગમ્ય રણકો કહે છે. કોઈ એક ફાટેલું કપડું ય કોઈને આપતો નથી ને બીજો આખું રાજ છોડવાની વાત કરે છે. આ બહુ ઊંડી સમજણની વાત છે. આ કંઈ આકસ્મિક નથી! કેટલાંય ભવો પૂર્વે શરૂ કરેલ મથામણનું પરિણામ છે! એણે એક મુનિને જોયા, જાતિસ્મરણ જ્ઞાન થયું. તંત્ર, રાજમહેલ, એશઆરામી ઐશ્વર્ય બધું
જ થંભી ગયું. જ યાદ રહે, માંડ માંડ મામલો ગોઠવાય ત્યાં આયુષ્ય પૂરું થઈ જાય અને પાછો
નવો અવતાર, નવા દુ:ખો. સંયમ લે તો સુખી થાય. * મમતા અનેક ભવોના અભ્યાસવાળી હોય છે. * ધર્મના સાથ-સહયોગ વિના માનવી એકલો પડી જાય છે. કારણ, ધર્મ વિના
બધું જ વ્યર્થ છે. સમયની બરબાદી થતી નથી પરંતુ સ્વયંની થાય છે. જ આપણને ઉમદા સંયોગો લાખો વર્ષ પછી મળ્યા છે, ખોઈ ના નાખતા.
એકવાર જીવનનું અમૃત આ સહરાના રણમાં ઢોળાઈ ગયું તો ફરી હાથ નહીં આવે.