________________
વિનયના ૧૦ પ્રકારઃ અર્વત્, સિદ્ધ, મુનિ, ધર્મ, ચૈત્ય, શ્રુત, પ્રવચન(ચતુર્વિધ સંઘ), આચાર્ય, ઉપાધ્યાય, દર્શનને વિષે પૂજા-પ્રશંસા-ભક્તિ-અવર્ણવાદનો નાશ. અશાંતિનો પરિત્યાગ કરવો એ સમકિત સૂચક ૧૦ પ્રકારનો વિનય છે. * વિનયના ૭ પ્રકારો પણ ગણાવ્યા છે ? ૧. જ્ઞાન વિનય : સમ્યગુજ્ઞાન, જ્ઞાનીઓની પ્રશંસા, ભક્તિ, વૈયાવચ્ચ,
સામાયિક દરમિયાન સ્વાધ્યાય એ જ્ઞાન વિનય છે. ૨. દર્શન વિનય : અરિહંત પરમાત્મા, તેમના પ્રતિકરૂપ મૂર્તિઓ, પંચ
મહાવ્રતધારી સાધુ, સાધ્વી, તપસ્વી તથા જ્ઞાનીના સહવાસથી સમ્યકદર્શનની ઉત્પત્તિ થાય છે. નમુત્થણ, લોગસ્સ આદિ સૂત્રો વારંવાર બોલવાથી સમ્યક્ દર્શનની શુદ્ધિ થાય છે. સ્વાધ્યાયથી સમ્યકજ્ઞાન વધે છે, જે વિશેષ પ્રકારે સમ્યક્ દર્શન વિશુદ્ધ કરે છે. પાપોના ત્યાગની ભાવનારૂપ સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એકાગ્ર ચિત્તથી (મન પ્રણિધાન) અરિહંતોનું દ્રવ્ય તથા ભાવપૂજન કરવું. શુદ્ધ અનુષ્ઠાનમાં મન-વચન-કાયાને જોડી ગુણાનુવાદ કરવા. તમે પોતે
ગુણી બનશો. ‘નમો અરિહંતાણં' પદને પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળા થશો. ૩. ચારિત્ર વિનય ? આર્તધ્યાન, રોદ્રધ્યાનને રોકનાર વિનય છે. પ્રતિક્રમણથી
ચારિત્ર શુદ્ધિ થાય છે. ૧૨ વ્રતો, ૫ મહાવ્રતો સ્વીકારવા તૈયાર થવું, તૈયાર
રહેવું. ૪. મનોવિનય. ૫. વચન વિનયઃ ૮૪ લાખ યોનિમાં ૫૨ લાખ યોનિના જીવોને જીભ હોતી
જ નથી. કેવળ ૩૨ લાખ જીવયોનિના જીવોને જીભ મળી છે. ૬. કાય વિનય. ૭. લોકોપચાર વિનય : વ્યવહારમાં વફાદારી, સભ્યતા, સત્યતા જાળવવી,
વડિલોનું બહુમાન, ભદ્ર અહિંસક વ્યવહાર, ગુરુને જીવન સમર્પણ, જેથી
નવું જ્ઞાન મળ્યા કરે. જૂનાનું પુનરાવર્તન થયા કરે. =================^ ૧૯૮ -KNEF==============