________________
܀
શરીર : ૩૨ અંગે લક્ષણવંત
૩૨ અંગો : લક્ષણવંત બાળક :
(અંગવિજયી ગ્રંથમાં ભગવંતના શરીર માટે લખ્યું છે.)
૭ લાલ - નખ, પગના તળીયા, હથેળી, જીભ, હોઠ, તાળવું, આંખના ખૂણા
૬ ઊંચા - કાંખનો ભાગ, હૃદય, ગરદન, નાક, નખ, મુખ
૫ પાતળા - દાંત, ચામડી, કેશ, આંગળીનાં વેઢા, નખ
૫ દીર્ઘ - આંખો, સ્તનની વચ્ચેનો ભાગ, નાક, હડપચી, ભૂજા
૩ પહોળા - કપાળ, છાતી, મુખ
૩ નાના હોય - કંઠ, સાથળ, પુરુષચિહ્ન
૩ ગંભીર હોય - સત્વ, સ્વર, નાભિ.
૩૨
૩૨ લક્ષણો ઃ છત્ર, કમળ, ધનુષ્ય, રથ, કાચબો, અંકુશવાવ, સાથિયો, તોરણ, સરોવ૨, સિંહ, વૃક્ષ, ચક્ર, હાથી, શંખ, સમુદ્ર, કળશ, પ્રાસાદ, મત્સ્ય, જવ, યજ્ઞ, સ્તંભ, કમંડળ, પર્વત, ચામર, દર્પણ, બળદ, ધજા, અભિષેકવાળી લક્ષ્મી માળા, મો૨. આ ૩૨ લક્ષણો અત્યંત પુણ્યશાળી જીવને હોય છે.
તીર્થંક૨નો આત્મા અપૂર્વ ઐશ્વર્યનો સ્વામી હોય, અનેક રિદ્ધિ-સિદ્ધિ ભોગવે છતાં કર્મનો ક્ષય કરી મોક્ષે જાય. ચક્રવર્તી કર્માનુસાર ભોગ સામગ્રીમાં આસક્ત થાય તો નરકે પણ જાય, દેવગતિને પામે, કર્મ ખપાવીને મોક્ષે જાય. બળદેવ સિવાય, વાસુદેવ-પ્રતિ વાસુદેવ આરંભ-સમારંભને કા૨ણે નરકે જાય.
૧૮ પ્રકારનાં અત્યંતર દોષોનો સર્વથા ક્ષય થયો હોય છે. - તીર્થંકરનો જીવ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યંતરાય, હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, દુર્ગંધ, રાગ, દ્વેષ, કામ, અજ્ઞાન, નિંદ્રા, મિથ્યાત્વ, અવિરતિ. દ્રવ્યથી તીર્થંકરના જીવને સર્વ પ્રકારના રોગોનો ક્ષય થયો હોય છે.
શરીરની ૭ ધાતુઓ : લોહી, પરુ, માંસ, અસ્થિ, મજ્જા, મેદ, વીર્ય. **********************