________________
सिंहो बली द्विश्य सूकर मांस भोजी, संवत्सरेण रतिमेति किलकवारम् । परापत: खरशिला कण मात्र भोजी, कामी भवत्यनुदिनं ननुं कोङ्गत्र हेतु: ।।
પદ્માસન
પૂજન પછી થયેલી સાત્ત્વિક ભાવનાથી અથવા ઉત્તમ સહચર્યથી આત્મકલ્યાણ માટે જીવ તૈયાર થઈ જાય ત્યારે માળા ગણવાના સમયે, ધ્યાન ધરવાના સમયે, કાયોત્સર્ગ સમયે કે સ્વાધ્યાય સમયે કમરને ઝૂકવા ના દેવી પણ ઊંચી રાખીને એટલે કે મેરૂદંડ જેમાં ઉંચો રહે તે પદ્માસનમાં બેસવું જેથી વીર્યનાડીનો સંઘર્ષ આસન સાથે થશે નહીં. વીર્યનાડી અત્યંત મુલાયમ છે; લિંગ (જનનેન્દ્રિય)ની નીચે અને ગુદાની ઉપરની નસ છે તેને વીર્યનાડી કહે છે. આત્મકલ્યાણ માટે વીરાસનમાં બેસવા પ્રયત્ન કરવો જોઈએ, જે કાયક્લેશનું અનુષ્ઠાન કહેવાય. કાયાની માયા તોડવા બાહ્યતપમાં કાયક્લેશ તપની આવશ્યકતા સમજાવી છે. ‘ઓપપાતિક સૂત્ર'માં ઉત્કટાસન, વીરાસન, પદ્માસન, અર્ધ પદ્માસન આદિ આસનમાં બેસવું એવી સૂચના કરેલ છે. પગના પંજા પર બેસવું જ્યા બંને નિતંબો એડીથી અદ્વ૨ રહે. કાયક્લેશ કાયાની માયા તોડવા માટેનું તપ છે.
મનગમતી વસ્તુઓ, વ્યક્તિઓ મળવાના મૂળમાં પૂર્વભવનું પુણ્ય અને અણગમતી વસ્તુઓ, વ્યક્તિઓ મળવાના મૂળમાં પૂર્વભવનું પાપ કામ કરી રહ્યું છે. માટે તે પુણ્યને વધારવા દેવ-ગુરુ-ધર્મનું આરાધન અને પાપથી મુક્ત થવામાં તપ, જપ, ધ્યાન, દાન, પુણ્ય આદિ સત્કર્મો કરવા સિવાય પુણ્ય સ્થિર રહેતું નથી અને પાપનો નાશ થતો નથી.
મોક્ષના પગથિયાં પંક્તિ
મનુષ્ય જન્મ, આર્યદેશ, ઉત્તમ કુળ, શ્રદ્ધાળુપણું, ગુરુ વચનનું શ્રવણ અને કૃત્યાકૃત્યનો વિવેક.
જેમ માણસ નેત્રવાળો છતાં પણ સૂર્યનાં પ્રકાશ વિના જોઈ શકતો નથી, તેમ જીવ જ્ઞાનવાળો છતાં શુદ્ધ ચારિત્ર વિના મોક્ષના સુખને જોઈ શકતો નથી.. માટે ચારિત્રમાં સ્થિર થવાની આજ્ઞા છે. સર્વવિરતિ એ જ ધર્મ...! ****************** 960 ******************