________________
*******
(વખ્ખણ વા, વિનમ! વા, વણ વા) રૂપે પણ ત્રિપદી કહી છે.
૩૫નેરૂં વા અર્થ : જીવથી જીવ ઉત્પન્ન થાય છે તે, નર નારીથી ગર્ભ ઉત્પન્ન થાય છે તે, દેહથી નખ વગેરે ઉત્પન્ન થાય છે તે, અજીવથી અજીવ ઉત્પન્ન થાય છે તે, ઈંટાદિકના ચૂર્ણની જેમ. અજીવથી જીવ ઉત્પન્ન થાય છે તે પરસેવાથી જૂની ઉત્પત્તિની જેમ. (જીવથી જીવ ઉત્પન્ન થાય, જીવથી અજીવ ઉત્પન્ન થાય, અજીવથી અજીવ અને અજીવથી જીવ ઉત્પન્ન થાય છે.)
વિમેડ઼ે વા ૧. જીવથી જીવ નાશ પામે છે.
૩. અજીવથી જીવ નાશ પામે છે.
=
વિગમ ઃ નાશ થવું. આમા પણ ૪ ભાંગા છે.
>>>
૨. જીવથી અજીવ નાશ પામે છે. ૪. અજીવથી અજીવ નાશ પામે છે.
૧. જીવ છ કાય (પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય) જીવોની ઉપમર્દના કરે તે.
૨. જીવ ઘટ આદિ અજીવ પદાર્થોનો નાશ કરે તે.
૩. ખડગ અથવા સોમલ (ઝેર) આદિથી જીવ મરણ પામે તે.
૪. ઘડા સાથે પત્થર અફળાવાથી નાશ પામે છે તે.
* ધ્રુવેર્ફે વજ્ઞ – ધ્રુવપણામાં પણ ૧. નિત્ય, ૨. અછેદ્ય, ૩. અભેદ્ય વગેરે જીવના સ્વરૂપને જાણવા. દા.ત. આત્મા નિત્ય છે, અભેદ્ય છે, અછેદ્ય છે. સૂક્ષ્મ, નિગોદ નિત્ય, અભેદ્ય, અછેદ્ય છે. ભૂત, ભવિષ્ય, વર્તમાનની અપેક્ષાએ લોકનિત્ય છે. (કાળની અપેક્ષાએ અનિત્ય.) દ્રવ્યરૂપે જીવ શાશ્વત તિર્યંચ, મનુષ્ય, નારકી, દેવપણાના પર્યાયરૂપે અશાશ્વત.
શરીરની અંદર પાંચ વાયુઓ ફરતા રહે છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. હેમચંદ્રાચાર્યસૂરિ આ પાંચે વાયુને રૂંધી શકતા હતા અને તેથી
આસનથી કંઈક ઊંચા રહી વ્યાખ્યાન આપી શકતા હતા.
બળવાન સિંહ હાથી અને સૂકરનું માંસ ખાય છે. તો પણ વરસમાં એક જ વાર કામક્રીડા કરે છે અને પારેવાં (કબૂત૨) મડિયા કાંકા અને જૂવારનાં કણ ખાય છે તે છતાં તેઓ હંમેશાં કામી જ રહે છે તો તેનો શું હેતુ? ****************** 96$ ******************