________________
ત્રિવલી પડેલી હોય, વાણી હંસ જેવી મધુર, વેષ સુંદર, શુદ્ધ અને કોમળ બોલે છે; અલ્પ અન્નનો અલ્પ આહાર કરનારી, માન અને લજ્જાશીલ તથા શ્વેત પુષ્પના જેવા વસ્ત્રો એને વધારે પ્રિય હોય છે.
ચિત્રણી સ્ત્રીનું કામ મંદિર (ગુહ્ય ભાગ) ગોળાકાર હોય, તે દ્વાર કોમળ અને અંદરથી જળથી આદ્ર, તેના પર રોમ ઘણાં હોય. દષ્ટિ ચપળ, બાહ્ય સંભોગમાં વધારે આસક્ત (હાસ્ય ક્રિડામય), મધુર વચની, નવી નવી વસ્તુઓ એને બહુ ગમે છે.
હે કમળ, સ્ત્રીઓના ક્યા ક્યા અંગને વિષે ક્ય ક્લે દિવસે કામ રહે તે સાંભળ : પગનો અંગૂઠો, ફણો, ઘૂંટી, જાનુ, જઘન, નાભિ, વક્ષસ્થળ (સ્તન), કક્ષા (કાખ), કંઠ, ગાલ, દાંત, ઓષ્ઠ, નેત્ર, કપાળ અને મસ્તક ૧૫ અંગોમાં પંદર તિથિએ અનુક્રમે કામ રહે છે.
શુક્લ પક્ષને પડવે અંગૂઠે કામ હોય ત્યાંથી ચડતો પૂનમે મસ્તકે આવે છે. કૃષ્ણ પક્ષને પડવે મસ્તકે હોય છે અને ઊતરતો અમાસને દિવસે અંગૂઠે આવે છે. આ પ્રમાણે સ્ત્રીનાં કામવાળા સ્થળે મર્દન કર્યું હોય તો સ્ત્રી તત્કાળ વશ થાય છે.
વશ થવાને ઈચ્છતી સ્ત્રી પોતાનાં નેત્રો નમાવે છે, જે પુરુષનાં હૃદય પર પડે છે તથા ભૂકુટિને વક્ર કરતી શોભાને ઉત્પન્ન કરે છે અને સંયોગ થવાથી લજ્જાનો ત્યાગ કરે છે. કમળ રસ પડવાથી સૂરિ મહારાજ પાસે જવા લાગ્યો. અનુક્રમે નિયમ લીધો, વ્રતધારી થયો.
૩૬૩ પાખંડીઓ (પાખંડી સંગ વર્જન સમકિતની ચોથી શ્રદ્ધા)
એકાંત ક્રિયાવાદીના ૧૮૦ ભેદ, અક્રિયાવાદીના ૮૪ ભેદ, અજ્ઞાનવાદીના ૬૭ ભેદ અને વિનયવાદીના ૩૨ ભેદ. આમ કુલ ૧૮૦+૮૪+૬૭+૩૨=૩૬૩ ભેદ થાય.
ત્રિપદી ભગવાને ઈન્દ્રભૂતિ ગૌતમને આપેલ ત્રિપદી વિષે ઃ
ઉપનેરૂં વા-ઉત્પન્ન થાય છે, વિરામેરૂં વા–મરે છે, gવેડ઼ વા–નિશ્ચલ ભાવ છે. =================^ ૧૯૫ -KNEF==============