________________
>>>>
અવગાહના પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની સહુથી થોડી.
અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયની અવગાહના અસંખ્યાત ગુણ વધારે. અપર્યાપ્ત બાદર વાયુકાયની, પર્યાપ્ત બાદર અગ્નિકાયની, અપર્યાપ્ત બાદર અપ્લાયની, અપર્યાપ્ત બાદ૨ પૃથ્વીકાયની, અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય તથા બાદર નિગોદની અવગાહના ક્રમે ક્રમે અસંખ્યાત ગુણ વધારે છે.
પાંચ સ્થાવર જીવોમાં વનસ્પતિકાયિક જીવો સર્વથી સૂક્ષ્મ સૂક્ષ્મતર છે. બાદરની અપેક્ષાએ પણ વનસ્પતિકાય જ સહુથી વધુ બાદર, બાદતર છે. અધ્યયન, અધ્યાત્મ, શ્રુતજ્ઞાને ‘જિનાજ્ઞા’માંથી
લેખક : પ.પૂ. રત્નભાનુવિજયજી મ.
દશ વૈકાલિક નિર્યુક્તિ – ૨૧મો શ્લોક :
अज्झपस्सायणं, कम्माणं अवचओ उवचिआणं । अणुवच्चओ अनवाणं, तम्हा अज्झयणमिच्छन्ति ।।
અર્થ : (શ્રી શ્રુતજ્ઞાન) પૂર્વ સંચિત કર્મોનો હ્રાસ અને નવા કર્મ સંચયનો નિરોધ કરવા દ્વારા અધ્યાત્મનું અનાયન પ્રાપ્તિ કરાવતું હોવાથી ‘અધ્યયન' કહેવાય છે.
૫ જ્ઞાન પૈકિ, શ્રુતજ્ઞાન જ ‘બોલકું’ જ્ઞાન છે. માત્ર શ્રુતજ્ઞાનની જ લેતી કે દેતી થઈ શકે છે. મતિજ્ઞાન,અવધિજ્ઞાન,મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન ચારેય મૌન છે. ચારેય જ્ઞાનને સમજાવવા માટે શ્રુતજ્ઞાનનો જ આધાર લેવો પડે છે.
ગુરુ-શિષ્ય જ્ઞાન લેતી-દેતી માટે ફક્ત શ્રુતજ્ઞાન જ સંભવે છે. ગુરુ શિષ્યને શ્રુતજ્ઞાન આપવા દ્વારા બીજા જ્ઞાન સ્વયં મેળવી લેવાની કળા શીખવે છે. આને કા૨ણે જ નિસર્ગ સમ્યક્ત્વી કરતાં અધિગમ સમ્યક્ત્વી જીવોમાં અસંખ્ય ગુણો હોય છે. અધિગમ સમ્યક્ પ્રાપ્તિનું મૂળ ગુરુમુખે મેળવેલ શ્રુતજ્ઞાન જ છે ને ! ****************** 392 ******************