________________
કાળથી જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ કાળમાં તથા ભાવથી વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવંત પુગલો લે છે.
ગ્રહણ કરેલા આહારને શરીર અને ઈન્દ્રિયરૂપે પરિણામાવી શકે છે તથા આહાર કરેલાનો અસાર ભાવ મળની જેમ નાશ થાય છે. અનાભોગરૂપ આહાર કરે જ છે, તેવી જ રીતે દૃષ્ટિ કે અનિષ્ટ સ્પર્શનું વેદન અનાભોગપૂર્વક થાય પણ પોતાને સંવેદન થતું નથી.
૧૮ પાપસ્થાનો પણ પૃથ્વીકાય જીવને હોય છે. પૃથ્વીકાયિકો બીજા સ્થાનમાં રહેલા પૃથ્વીકાયિકોનું હનન કરે છે છતાં અહિંસાનું ભાન હોતું નથી. દા.ત. લાલ માટી અને કાળી માટીનું મીશ્રણ પરસ્પર ઘાતક બને છે.
પૃથ્વીકાયિક જીવોની ગતિઃ દા.ત. નરકગતિને છોડી શેષ મનુષ્ય,તિર્યંચ કે દેવગતિમાંથી નીકળી પૃથ્વીકાયત્વ પ્રાપ્ત કરે છે. નરકગતિમાંથી સીધા પૃથ્વીકાયમાં અવાતું નથી. દેવગતિમાંથી સીધા પૃથ્વીકાયમાં આવી શકે છે.
જઘન્યથી અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટથી ર૨,૦૦૦ વર્ષની સ્થિતિ કહી છે. સમુદ્દઘાત ત્રણ કહ્યાં છે. વેદના, કષાય, મારણાંતિક (સમુદ્દઘાત કરી મરે છે). પૃથ્વીકાય મરીને નરક અને દેવલોકમાં જતા નથી. પરંતુ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જાય છે. આજ પ્રમાણે અકાયના જીવોનું જાણવું.
અપૂકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭,૦૦૦ વર્ષની જાણવી. તેઉકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહો રાત્રની જાણવી. તેઉકાય મરીને તિર્યંચ ગતિમાં તથા ૩ વેશ્યાઓ જાણવી.
વાયુકાયને ૪ સમુદ્દઘાત જાણવા. વેક્રિય, વેદના, કષાય, મરણાંતિક. બાદર નિગોદ વનસ્પતિકાયનો આહાર છ દિશાનો જાણવો.
ઉપર જણાવેલ પાંચ સ્થાવરો બધા જ સૂક્ષ્મ-બાદર-પર્યાપ્ત-અપર્યાપ્ત ચાર પ્રકારે જાણવા.