________________
૧૩. સયોગી કેવલીઃ સર્વજ્ઞપણું છતાં મન, વચન, કાયાના વ્યાપારો હજુ હોય છે. ૧૪. અયોગી કેવલી : મન, વચન, કાયાની પ્રવૃત્તિઓનો અભાવ અહીં ગુણસ્થાનાતીત, વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય છે.
ગમતાં મોતી - અસંખ્ય
બા.બ્ર.પૂ.શ્રી નમ્રમુનિ મ.સા. ૧. વિનયઃ ગુરુ છપસ્થ હોય અને શિષ્ય સર્વજ્ઞ બની જાય, એક સરાગી અને
એક વીતરાગી. એક અલપજ્ઞ અને એક સર્વજ્ઞ. છતાં કેવળજ્ઞાની શિષ્ય છદ્મસ્થ
ગુરુને વંદન કરે આ વીરપ્રભુના શાસનમાં. કેવો ઉત્કૃષ્ટ વિનય! ૨. એક સોયની અણી જેટલા ક્ષેત્રમાં મન સહિતનાં પંચેન્દ્રિ જીવો અસંખ્ય સંખ્યામાં
રહી શકે ને ક્રોડ પૂર્વ સુધી પણ જીવી શકે! મહાવીરનું Microscope આવું
જોઈ શકે છે! (ભગવતી સૂત્ર : શતક-૨૪) ૩. ઝાડ નીચે બેસીને સામાયિક કરતો સિંહ મળે? હા. અસંખ્ય ગાય, સિંહ,
વાંદરાં, પક્ષીઓ માછલાઓ. વર્તમાને મળે. એક, બે નહીં અસંખ્ય અસંખ્ય
મળે. (આવશ્યક સૂત્ર) ૪. પહેલી નરકમાં નરકવાસોની સંખ્યા કેટલી? બીજી, ત્રીજી, ચોથી, પાંચમી,
છઠ્ઠી નરકની નારકીઓનો સરવાળો કરતાં જે સંખ્યા આવે તેનાથી અસંખ્ય
ગણી. (પન્નવણ સૂત્ર : પદ-૩) ૫. ૯ ગ્રેવેયક : ૯ રૈવેયકનાં કુલ ૩૧૮ વિમાન છે. દરેક વિમાન અસંખ્યાતા
યોજનના વિસ્તારવાળા છે. દરેક વિમાનમાં અસંખ્યાત દેવો હોય છે. દરેક
વિમાનમાં અસંખ્ય “અભાવી દેવો મળે. (ભગવતી સૂત્ર : શ.૧૩, ઉ.૧). ૬. આ વિશ્વમાં કેટલાક અનંતા દુર્ભાગી, કર્મભાગી જીવો છે કે, અનાદિ કાળથી
આજ સુધીના અનંત કાળમાં તેણે કદિ ન મોઢેથી ખાધું છે, ન આંખેથી જોયું છે, ન કાનેથી સાંભળ્યું છે. આવી નિગોદ અવસ્થાને સર્વજ્ઞ સિવાય કોણ જાણે? (ભગવતી સૂત્ર : શ. ૨૪).