________________
૨. ૧૧મા ગુણસ્થાનથી પતન થતો આત્મા પ્રથમ ગુણસ્થાન પર જતાં વચ્ચે બહુ
જ થોડા સમય માટે તત્ત્વરુચિનો અલ્પ પણ આસ્વાદ હોવાથી સાસ્વાદન
ગુણસ્થાન કહ્યું. ૩. હીંચકામાં હીંચતા જેવી ડોલાયમાન સ્થિતિ.
સર્વથા સત્ય દર્શન નહીં, સર્વથા મિથ્યાદૃષ્ટિનહીં, સંશયાળુ સ્થિતિવાળો આત્મા. અહિં દર્શન મોહનીય કાં તો લગભગ શમી જાય છે અને કાં તો ક્ષીણ થઈ જાય. આત્મા સત્યદર્શન કરી શકે છે. ચારિત્ર મોહનીયની સતા સવિશેષ હોવાથી વિરતિ (ત્યાગવૃત્તિ) ઉદય પામતી નથી. આ કારણે આ અવસ્થાને “અવિરતિ
સમ્યમ્ દર્શન” કહી. ૫. દેશવિરતિ (સંસારી) : સત્યદર્શન ઉપરાંત અલ્પ અંશે પણ ત્યાગવૃત્તિનો ઉદય.
ચારિત્ર મોહનીયની સત્તા ઘટતી આવે છે. ૬. સર્વવિરતિ (સાધુ) : ત્યાગવૃત્તિ સંપૂર્ણપણે ખીલેલી હોય પરંતુ વચ્ચે પ્રમાદ
(સ્કૂલન) સંભવે છે. ૭. અપ્રમત્ત સંયત : પ્રમાદનો જરાયે સંભવ નથી તે અવસ્થા. વિસ્મૃતિ, સૂક્ષ્મ
પ્રમાદ, અનુપયોગ હોય. ૮. અપૂર્વકરણ અથવા નિવૃત્તિનાદર : પૂર્વ નહીં અનુભવેલ આત્મશુદ્ધિ. અપૂર્વ
વર્ષોલ્લાસ. ૯. અનિવૃત્તિબાદર: ચારિત્ર મોહનીય કર્મના શેષ અંશોને શમાવવાનું કામ ચાલતું
રહે છે. ૧૦. સૂક્ષ્મ સંપરાય : લોભ રૂપે જ ઉદયમાન મોહનીય કર્મનો સૂક્ષ્મ અંશ. ૧૧. ઉપશાંત મોહઃ સૂક્ષ્મ લોભ રૂપે સુદ્ધાં શમી જાય છે. મોહનીયનો સર્વાંશે ઉપશમ
અથવા દર્શન મોહનીયનો ક્ષય સંભવે પણ ચારિત્ર મોહનીયનું ઉપશમન જ
હોય છે. આને લીધે મોહનો ફરી ઉદ્રક થતાં પતન - પ્રથમ ગુણસ્થાન સુધી. ૧૨. ક્ષીણ મોહનીય : દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો સર્વથા ક્ષય. અહિંથી
પતન સંભવે નહીં સર્વજ્ઞપણું પ્રગટે છે.