________________
૧લા ગુણસ્થાને મિથ્યાત્વ અને અવિરતિ બંને હોય. (પ્રમાદ-કષાય-યોગ હોય) ૨,૩,૪ ગુણસ્થાને અવિરતિ છે પણ મિથ્યાત્વ નથી. (પ્રમાદ-કષાય-યોગ હોય) ૫,૬ ગુણસ્થાને દેશવિરતિ અને પછી અવિરતિ નથી. (પ્રમાદ-કષાય-યોગ હોય) ૭ ગુણસ્થાને પ્રમાદ અટકે છે. (કષાય અને યોગ પણ હોય જ). ૮,૧૧,૧૨ કષાય ૧રમે અટકે, યોગ જ બાકી હોય. ૧૩,૧૪ સયોગીમાંથી અયોગી થતાં યોગ પણ ક્ષય થાય છે. યોગનો નિરોધ
એ જ યોગનો સંવર. ૧૪. અયોગી કેવલી: સર્વ વ્યાપાર રહિત, ક્રિયા રહિત, કેવલી અયોગી થતાં જ
શરીર છૂટી જાય છે અને પરમાત્મા, અમૂર્ત, અરૂપી, કેવળ જયોત સ્વરૂપ કેવલ્યધામને પ્રાપ્ત થાય. • ગુણ : આત્માની ચેતના – સમ્યકત્વ, ચારિત્ર, વીર્ય આદિ શક્તિઓ. • સ્થાન : અવસ્થાઓ. શક્તિઓની શુદ્ધતાની તરતમ ભાવવાળી સ્થિતિઓ.
ગુણસ્થાનની કલ્પના મુખ્યતયા મોહનીય કર્મની વિરલતા અને ક્ષયના આધારે કરવામાં આવી છે. મોહનીય કર્મની બે મુખ્ય શક્તિઓ : દર્શન મોહનીય : ૧. આત્માના સમ્યકત્વ ગુણને આવૃત્ત કરવાનું
(તાત્ત્વિક રુચિ કે સત્ય દર્શન ના થાય) ચારિત્ર મોહનીય : ૨. આત્માના ચારિત્ર ગુણને આવૃત્ત કરે
(સમ્યકત્વ અનુસાર પ્રવૃત્તિ કરી સ્વરૂપ લાભ ના થાય) દર્શન મોહનીયનું બળ ઘટ્યા પછી જ ચારિત્ર મોહનીય ક્રમે ક્રમે નિર્બળ થાય છે. જ્યાં સુધી મોહનીય શક્તિ તીવ્ર હોય ત્યાં સુધી બીજા આવરણો પણ તીવ્ર રહે છે. ૧. મિથ્યદૃષ્ટિ : સત્ય વિરુદ્ધની દૃષ્ટિ.
દર્શન મોહનીયની પ્રબળતાને લીધે તત્ત્વરુચિ જ પ્રગટી શકતી નથી. =================K ૪૪૧ -KNEF==============