________________
>>>>
ઉપશમ સમ્યક્ત્વ : મિથ્યાત્વનો i.e. દર્શન મોહનીયના કોઈ પુદ્ગલોનો વિપાકોદય કે પ્રદેશોદય, કોઈ ઉદય હોતો નથી. (વિપાકોદય : લપ્રદ ઉદય, પ્રદેશોદય : ઉદયથી આત્મા ૫૨ અસ૨ થતી નથી) આ શુદ્ધ આત્મ પરિણામરૂપ છે.
ક્ષયોપશમ સમ્યક્ત્વ ઃ પ્રદેશોદય ગત પુદ્ગલોનો ક્ષય અને ઉદયમાં નહીં આવેલ એવા પુદ્ગલોનો ઉપશમ, એમ ક્ષય અને ઉપશમન બંનેવાળુ સમકિત છે. અહિં સમ્યક્ત્વ મોહનીય પુદ્ગલોનો વિપાકોદય હોય છે.
જયારે ત્રણ દર્શન મોહનીય અને ચાર અનંતાનુબંધી કષાય, એ સાતે પુદ્ગલોનો ક્ષય કરાય છે ત્યારે ક્ષાયિક સમકિત પ્રગટે છે.
ચારિત્ર મોહનીય ના ૨૫ પ્રકાર : ક્રોધ, માન, માયા, લોભ. (૪-૪) અનંતાનુબંધી : : અતિ તીવ્ર કષાયો, અનંત દુઃખરૂપ, મિથ્યાત્વના ઉદ્ભાવક. અપ્રત્યાખ્યાની : અ = અલ્પ. અલ્પ પ્રત્યાખ્યાનને રૂંધનાર કષાય, તે અપ્રત્યાખ્યાનાવરણ, દેશિવરતિને રૂંધનાર.
પ્રત્યાખ્યાની : પ્રત્યાખ્યાનને રોકનાર કષાય, સર્વવિરતિ રોકે.
સંજ્વલન : વીતરાગ ચારિત્રને રોકનાર કષાય.
૯ નોકષાય ઃ હાસ્ય, રતિ, અરિત, ભય, શોક, જુગુપ્સા (ધૃણા), સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ.
ત્રિવિધ દર્શન મો. + અનુંતાનુંબંધી ૪ કષાયનો ઉપશમ = ઉપશમ સમ્યક્ત્વ. ત્રિવિધ દર્શન મોહનીય + અનંતાનુબંધી ૪ કષાયનો ક્ષય = ક્ષાયિક સમ્યક્ત્વ.
જીવ ૮મા, ૯મા ગુણસ્થાને બાકીની ૨૧માંથી ૨૦ મોહનીય કર્મ પ્રકૃતિઓને ઉપશમાવે છે અથવા ક્ષય કરે છે.
૧૦મા ગુણસ્થાને સૂક્ષ્મ લોભને - ઉપશમાવી ૧૧મા ગુણસ્થાને આવે. ૧૦મા ગુણસ્થાને સૂક્ષ્મ લોભને ક્ષય કરી ૧૨મા ગુણસ્થાને આવે. આત્મા જેમ જેમ વિકાસ પામે તેમ તેમ ક્રમે ક્રમે કર્મબંધ હેતુઓ ખસતા જાય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ.
****************** 880 ******************
-