________________
સઘળા પદાર્થોનું જ્ઞાન. સયોગી કેવલી પાંચ હ્રશ્વાક્ષર પ્રમાણ બાકી રહે ત્યાં સુધી ૧૩મા ગુણસ્થાને રહે છે. મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ ચાલુ હોય છે. ઉપદેશ-વિહાર આદિ ક્રિયાઓ જારી રહે છે.
**
ગુણસ્થાન સમારોહ સંબંધી પ્રક્રિયા : ૭મું ગુણસ્થાન (અપ્રમત્ત સંયત). અહિં વીર્યવાન સાધકની આંતરિક સાધના અત્યંત સૂક્ષ્મ બની પ્રખર પ્રગતિમય બને છે. મોહનીય કર્મ સરદારી ધરાવતું કર્મ છે.
દર્શન એટલે દૃષ્ટિ મોહનીય (કલ્યાણભૂત તત્ત્વ શ્રદ્ધા)
અટકાવે તે દર્શન મોહનીય
ચારિત્ર મોહનીય
ચારિત્રને અટકાવે તે ચારિત્ર મોહનીય
જે જીવનનો અંતર્મુહૂર્તમાં દર્શન મોહનીય અર્થાત્ મિથ્યાત્વનાં પુદ્ગલોનો ઉદય એટલા વખત માટે અટકી જાય અને તે જીવનનું તે અંતર્મુહૂર્ત સમ્યક્ત્વ સંપન્ન બને છે તે સમક્તિ ‘ઉપશમ' સમક્તિ છે. એ સમ્યક્ત્વનાં અજવાળામાં જીવ એ સમ્યક્ત્વના અંતમૂહુર્ત પ્રમાણ કાળ પછી ઉદયમાં આવનારા દર્શન મોહનીય (મિથ્યાત્વ) પુદ્ગલોના સંશોધવાનું કાળ કામ કરે છે. એ કરતાં ત્રણ ગૂંજ.
શુદ્ધ પુદ્ગલોના પુંજ - સમ્યક્ત્વ મોહનીય કર્મ.
શુદ્ધ-અશુદ્ધ મિશ્ર પુંજ - મિશ્ર મોહનીય કર્મ. અશુદ્ધ પુંજ - મિથ્યાત્વ મોહનીય કર્મ.
ઉપશમ સમયનો કાળ પૂરો થતાં આ ત્રણ પુંજમાંથી જેનો ઉદય થાય તે મુજબ આત્માની પરિસ્થિતિ બની જાય છે. અર્થાત્
સમ્યક્ત્વ મોહનીય પુંજનો ઉદય થાય તો આત્મા ‘ક્ષયોપશમ’ સમકિત ધારણ કરે છે. મિશ્ર મોહનીય પુંજનો ઉદય થાય તો આત્મા હાલકડોલક સ્થિતિ ધારણ કરે છે. મિથ્યાત્વ મોહનીય પુંજનો ઉદય થાય તો આત્મા મિથ્યાત્વથી આવરાય છે.
દર્શન મોહનીયના ત્રણ પુંજ + ૪ અનુતાનુબંધી કષાયોનો ઉપશમથી પ્રગટનારું ઉપશમ સમ્યક્ત્વ ઉપશમ શ્રેણિ અવસ્થામાં જીવને મૂકે છે. ****************** 83e ******************