________________
અધ્યાવસાયોના બળે સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ, સ્થિતિબંધ એ પાંચ પૂર્વે ના કર્યા હોય તેવા કરે છે. ચારિત્ર મોહનીય કર્મનો ઉપશમ યા ક્ષય અહિંથી શરૂ થાય છે. અનિવૃત્તિકરણઃ અહિંથી જીવોના બે વિભાગ પડે છે. ક્ષપક અને ઉપશમક. ૯માં ગુણસ્થાને આત્મા, સૂક્ષ્મ લોભ સિવાય મોહને ક્ષય અથવા ઉપશમ કરી નાંખે છે. આ ગુણસ્થાને એક સમયે ચઢેલા બધા જ જીવોના અધ્યાવસાયોની શુદ્ધિમાં નિવૃત્તિ-તરતમતા ન હોય, અર્થાત્ બધા જીવોના અધ્યાવસાયો સમાન હોય છે. માટે તેને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન કહ્યું. સાથે બાદર શબ્દ
જોડ્યો, સ્થૂલ કષાયોનો નિર્દેશ કરવા. ૧૦. સૂક્ષ્મ સંપરાયઃ સંપરાય : કષાય. આત્મામાં જયારે મોહનીય કર્મ ઊપશાંત
યા ક્ષીણ થાય છે, માત્ર એક લોભ (રાગ)નો સૂક્ષ્મ અંશ રહી જાય છે ત્યારે
તે સ્થિતિનું ગુણસ્થાન “સૂક્ષ્મ સંપરાય” કહેવાય છે. ૧૧. ઉપશાંત મોહ: મોહનું સંપૂર્ણ ઉપશમન. દબાયેલા શત્રુની જેમ મોહ શાંત
હોય છે. પુન: બળ મળતાં દબાયેલ મોહ આત્માને વળી પાડે છે. કાળક્ષયથી પડે તો ૭મા ગુણસ્થાને આવે. પછી ૬-૭ ગુણસ્થાન ચડ-ઉતર કરે કે તેનાથી નીચે છેક પહેલા ગુણસ્થાને પણ આવી પડે. ભવ ક્ષયથી પડે તો દેવલોકમાં
ઉત્પન્ન થવાથી ૧૧મા ગુણસ્થાનેથી સીધો ચોથા ગુણસ્થાને આવે છે. ૧૨. ક્ષણમોહ : ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય થતાં આત્માની અવસ્થા આ
ગુણસ્થાને આવે છે. સમભાવ પૂર્ણ સ્થાયી છે. મોહનો તમામ પૂંજ ઉદિત થતાં અટકી જઈ આત્મપ્રદેશોમાં વળી ઉદિત થાય તે ઉપશમ અને કેવળજ્ઞાન પ્રગટે તે ક્ષય. આ ગુણસ્થાને મોહનો ક્ષય થયા પછી ફરી ઉભવ નથી. શુકલધ્યાન
સમાધિની અવસ્થા છે. ૧૦મા ગુણસ્થાનથી ૧૨મે ગુણસ્થાને ચઢે. ૧૩. સયોગી કેવલી : (શરીરઘારી યોગમુક્ત કેવલી)
ઘાતી કર્મોનો સર્વથા ક્ષય. કેવળજ્ઞાન ૧૩મા ગુણસ્થાને પ્રગટે છે. ત્રણ કાળના =================K ૪૩૮ -KNEF==============