________________
યોગદષ્ટિ ઃ યોગનાં અંગો-ગુણો ઈત્યાદિ યાકિની મહત્તરાસૂનુ - તર્ક સમ્રાટ - અધ્યાત્મ યોગી સુરિ પુરન્દર આચાર્ય મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિજી વિરચિત સ્વોપજ્ઞટીકા સંયુક્ત
શ્રી યોગદષ્ટિ સમુચ્ચયમાંથી.. યોગના વિવિધ અર્થો છે ?
આત્માને મોક્ષની સાથે જે જોડે તે યોગ (કર્મક્ષય) મન-વચન-કાયાની શુભાશુભ પ્રવૃત્તિ તે યોગ. જે કર્મબંધનો હેતુ છે તે યોગ. આત્મા પર લાગેલ કર્મોનાં વાદળોને દૂર કરી પ્રગટ થયેલ ગુણવત્તા-ગુણોનો વિકાસ તરફનું ગમન તેને યોગ કહ્યો.
મોક્ષે યોગનાહિતિ : / આવો જે મહાત્મામાં યોગ હોય તેને યોગી કહેવાય છે. - તત્ત્વનો સાચો બોધ તે સમ્યગૂજ્ઞાન. તે જ્ઞાન દ્વારા તત્ત્વમાં હેય-ઉપાદેયરૂપે યથાર્થ નિવૃત્તિ અને પ્રવૃત્તિ તે સમ્યગુચારિત્ર. સમ્યગૂજ્ઞાનના પ્રતાપે રુચિ-પ્રીતિવિશ્વાસ તે સમ્યગ્દર્શન.
જ્ઞાનને શાસ્ત્રમાં બોધ કહેવાય છે. આ બોધ એ જ દૃષ્ટિ. વસ્તુને જાણવાની આત્માની પ્રગટ જે ચૈતન્ય શક્તિને દૃષ્ટિ કહે છે. સંસારિક સુખો તરફની દૃષ્ટિ (ઓઘદૃષ્ટિ).
દુઃખના સાધનો પ્રત્યે દ્વેષવાળો જીવ, સુખનાં સાધનો પ્રત્યે રાગવાળો જીવ. પત્થર એટલા દેવ માની પૂજે, ધર્મ કરે, બાધા નિયમોમાં જડીબુટ્ટી કરે, પોદુગલિક સુખની ઈચ્છાથી ધર્મ કરનારો જીવ.
બીજી દૃષ્ટિ છે – યોગદષ્ટિઃ પુદગલોના સુખોથી નિરપેક્ષ, આત્મિક ગુણો વિકાસી જીવ મોક્ષ સાથે મુંજન (જોડાણ) કરનાર હોવાથી આ જીવ યોગદૃષ્ટિવાળો કહ્યો.
જ્ઞાનાવર્ગીય કર્મના ક્ષયોપશમ અને ક્ષય વડે, મોહનીય કર્મનાં ક્ષયોપશમ અને ક્ષય વડે યોગદૃષ્ટિ આવે છે. અતઃ પુરુષાર્થ કરવો પડે છે. =================^ ૧૩૯-KNEF==============