________________
૧૮ પાપસ્થાનકના સ્વાધ્યાયની Cassettes માંથી
– પંડિત ધીરૂભાઈ કેવળજ્ઞાની સંસારથી મુક્ત રહી સાધુ જીવન જ ગાળે છે. કારણ સંસારમાં રહેવાથી બંધન નડે નડે ને નડે જ. બંધન વગરનું ક્ષેત્ર સર્વોત્તમ. ગૃહસ્થપણામાં કાયમ આરંભ સમારંભ હોય જ. તીર્થકરનું બતાવેલ સાધુપણું જ અહિંસક છે. સાધુપણું ન હોય તો તે પ્રત્યે પૂજ્યભાવ હોવો જોઈએ. ભવિષ્યમાં તારે અને ગુણાનુરાગથી કર્મ ખપાવે. મનના પરિણામ કર્મબંધમાં મૂખ્ય ભાગ ભજવે. ઉદા. શિકારી બાણ છોડે, પંખીને ન વાગે છતાં કર્મબંધ.
છોકરાએ પત્થર ફેંક્યો, ન વાગ્યો છતાં કર્મબંધ. જ આપણી દૃષ્ટિ કેવી કહી? ઓઘદૃષ્ટિ સંસાર તરફની માટે, આત્મા તરફની
દૃષ્ટિ તે યોગદષ્ટિ. (આત્મખોજ માટેની દૃષ્ટિ) કેવળજ્ઞાની ઉપસર્ગો સહન કેમ કરે છે?
દુ:ખ આવે તે દોષ વગરનું હોય નહીં, દોષવાળાને દુઃખ આવ્યા વગર રહે નહીં. માટે સંસારમાં દુઃખ આવે ત્યારે આત્મખોજ (યોગદૃષ્ટિ) કરવી એનાથી નવા કર્મો ઓછા બંધાય. જ કષાયો ઃ ક્રોધને કાઢવો હોય તો ક્ષમા જોઈએ.
ચંડાળ માનને કાઢવો હોય તો નમ્રતા જોઈએ. ચોકડી માયાને કાઢવી હોય તો સરળતા જોઈએ.
લોભને કાઢવો હોય તો સંતોષ જોઈએ. કલ્યાણ ચોકડી આ સંસારનાં વિચારો કરવા એટલે આર્ત અને રોદ્ર ધ્યાન
આત્માનાં વિચારો કરવા એટલે ધર્મ અને શુક્લ ધ્યાન.
=================^ ૧૩૮ -KNEF==============