________________
જીવનમાં સ્વસ્થતા, સ્થાયીભાવ કેળવીએ, આ સમજણમાંથી ઉગે છે. સાધના દ્વારા કાયમી બને. જ્યારે આ સ્થિતિમાં આનંદનો સ્પર્શ થાય ત્યારે પ્રસન્નતા જન્મે છે.
સ્વસ્થતા, આનંદ, પ્રસન્નતાના ભાવોને દૃઢ કરવાનાં છે. તેનું જ નામ સાધના. સ્વસ્થતા એ પુરુષાર્થ છે.
જીવની આસક્તિઓમાં સાંસારિક ફળની આશા છૂપાયેલી હોય છે. જ નિયાણાની ના પાડી છે. કેમ?
આસક્તિ વિના નિયાણું થતું જ નથી. આસક્તિથી વધુને વધુ પુદ્ગલો
(કર્મો) ચોંટે છે. “શરીર એ હું છું' ભાવ કર્મોને ચોંટાડતો રહે છે. જ સાધના સર્વજ્ઞતા માટે નહીં વીતરાગતા માટે કરવાની છે. વીતરાગ બનો
એટલે સર્વજ્ઞતા ફૂલની માળાની જેમ કંઠે પડે! બ્રહ્મચર્ય કોણ પાળી શકે છે? જેને પ્રભુ મળે પછી જ સાચા અર્થમાં તે બ્રહ્મચર્ય પાળી શકે છે. એ રસ એટલો મધુર હોય છે કે તેની સામે કંચન, કામિની દરેક પદાર્થ રસહીન લાગે છે. કરૂણતા એ છે કે, માત્ર પ્રભુના રસ સિવાય બીજા બધા જ રસો આપણા
જીવનમાં ભરપૂર છે. - પાપનો અનુબંધ તોડવા દુષ્કત ગઈ છે. પુણ્યનો અનુબંધ જોડવા સુકૃત
અનુમોદના છે.
ત્રણેય યોગમાં સમતા તેનું નામ સામાયિક. * જેને મોક્ષ જવાની તૈયારી નથી, તેણે નિગોદમાં જવાની તૈયારી રાખવી પડે.
બીજે ક્યાંય અનંતકાળ સુધી રહેવાની વ્યવસ્થા જ નથી. ત્રસ કાયની છે.
સ્થિતિ ૨૦૦૦ સાગરોપમ છે, સિદ્ધ ના થયા તો નિગોદ તૈયાર જ છે. =================^ ૧૩૭ -KNEF==============