________________
મોક્ષ સિવાય કોઈ સ્થળે સ્થિરપણું નથી, સર્વ સિદ્ધિઓ તપોભૂલ છે.
જીવનને સાર્થક કરવા શું કરવું જોઈએ? છે. આ જીવનને સાર્થક કરવા શું કરવું જોઈએ? ઉ. જીવન શું છે તેને પહેલા સમજવું પડે. જીવનનું રહસ્ય પામવા માટેના પ્રયત્નોમાં ભગવાનનું રહસ્ય આવી જાય. Highway પર Sign જોતા જઈએ, રસ્તો સાચો છે, મંઝિલ કેટલે દૂર છે, આ જ રસ્તો છે વગેરેનો વિશ્વાસ તથા આશ્વાસન જે મળતું રહે તેને જ્ઞાનીઓ સમાધાન કહે છે. પૂના જવાનું છે, હજુ આવ્યું નથી, સમાધાનથી આગળ વધતા રહેવાનું છે..
આપણી યાત્રા લાંબી છે પણ કલ્યાણ યાત્રા હોવી જરૂરી છે. એક જ ધ્યેય અને ચિંતા પણ એક જ.
દિશા સાચી છે ને? સાચી દિશા છે તેની ખબર કેમ પડે?
પૂના કેટલું દૂર છે તેના પાટીયા જેમ પ્રતીતિ કરાવે છે તેમ અધ્યાત્મની પ્રતીતિ જીવનમાંથી કરવાની છે.
જીવન અનેક કંઢોનું બનેલું છે.
સુખ-દુ:ખ, તાપ-ટાઢ, ઊંચ-નીચ, ગરીબ-તવંગર, દિવસ-રાત સુખ ગમે છે, દુઃખ ગમતું નથી. પરંતુ ડુંગર હોય ને ખીણ ના હોય તેવું બને? જન્મ હોય અને મૃત્યુ ના હોય તેવું બને?
ઉત્સર્ગ તંત્ર વગરનું પાચન તંત્ર હોઈ શકે? સુખનો સ્વીકાર કરીએ છીએ તેમ દુઃખનો સ્વીકાર કરવો જ પડે. આ બંધમાંથી છૂટવા માટે સુખ અને દુઃખથી ઉપરની એક સ્થિતિ છે આનંદની. આનંદનો પર્યાય શોધવો મુશ્કેલ છે. આપણે અંદરથી ઊંડે ઊંડે આનંદની ખોજમાં છીએ. પણ સુખ-દુઃખના વંધમાં અટવાઈ જઈએ છીએ.