________________
>>>>
હું તો સાવ રે અધૂરો....
હું તો સાવ રે અધૂરો
મનમાં ને મનમાં માનું જાણે શૂરો પૂરો... હું તો....
સોના રૂપાથી મઢ્યાં મેં ભક્તિનાં ભાણા ગાતો હું સ્તવનો તારા ગુણલાનાં ગાણા છલકાતો દ્રવ્યથી હું ભાવથી અધૂરો... હું તો...
અનશન કરૂં હું ત્યારે દેહને વિચારૂં ભેદજ્ઞાનનું ભણતર હું પોથીમાં પ્રસારૂં ચારિત્રની બારાખડી ભણ્યો ને હું ભૂલ્યો. હું તો...
રાગ દ્વેષના તાંડવનું આક્રમણ છે ભારી ગ્રંથી ઉઘડવા ના દે સમકિતની બારી ‘શ્રદ્ધાંધ’ જિનઆજ્ઞામાં
સૂર પૂર મધુરો... હું તો....
‘અંતર તિરીક્ષણ’
ખબર નથી આવું શાને થાય છે ?
ક્યારેક તન તો ક્યારેક મન ગાય છે ! પૂર્વ જન્મની તો વાત જ ક્યાં કરવી? પ્રસંગના હર્ષનું સમર્પણ તરબોળ કરી જાય છે !
‘શ્રદ્ધાંધ’
****************** 134 ******************