________________
>>>>
તારો સંગ મળ્યો...
(રાગઃ યમન કલ્યાણ, ઢાળઃ ચંદન સા બદન)
તારો સંગ મળ્યો રૂડો રંગ મળ્યો. નવું ગીત મળ્યું ભીનો ભાવ મળ્યો...
તારા સંગનાં રંગમાં રંગાઈ જતાં
પુલકિત પ્રાણોનો પ્રસંગ મળ્યો
નવા ગીતનાં ભીના ભાવ મહિં
અંગે અંગમાં નિત્ય ઉમંગ મળ્યો ઉરના અનુભવનાં ઘેનમાં
મનડાનાં મયૂરને મેઘ મળ્યો... તારો સંગ...
તારી વાણી, સમવસરણની મ્હેક
જીવો લાખોને, તારણહા૨ મળ્યો
સંદેશ મળ્યો, ઉપદેશ મળ્યો
જિન શાસનને, સાચો ‘શ્વાસ’ મળ્યો
‘શ્રદ્ધાંધ’ની ભીની ભાવનામાં
તારો ‘ગેબી’ અનેરો સાદ મળ્યો... તારો સંગ
‘શ્રદ્ધાંધ’
૨૦૧૧
****************** 938 ******************