________________
અનુબંધ એટલે આત્માનો ઝોક, વલણ, તાસીર, તત્ત્વની રુચિ કે અરુચિ જે મનમાં ધરબાયેલી છે. અધ્યવસાય મનનો વિચાર હોય, વચન અને કાયાનું વર્તન હોય છે, આત્માનું વલણ અનુબંધનો બંધ કરે છે.
મન, વચન, કાયા અને આત્મા જુદા છે માટે યોગની પ્રવૃત્તિથી આત્માનું વલણ જુદું હોઈ શકે છે.
મન, વચન, કાયા પરમાત્મ ભક્તિમાં લીન હોય પણ ત્યારે જ આત્માનું વલણ સંસારમાં આસક્ત પણ હોય છે જ ને. માટે જ મન, વચન, કાયા ત્રણેને અનુબંધના કારણ કહ્યાં છે. જ મહાવીર ભગવાને ત્રિશલા માતાનાં ઉદરમાં રહી પ્રતિજ્ઞા લીધી હતી કે
માતા-પિતાની હાજરીમાં દીક્ષા લઈશ તો માતા-પિતાને “અનુબંધ' અશુભ પડશે, તેમને દુર્ગતિનું કારણ બનશે. માટે એમનાં ગયા પછી જ દીક્ષા લઈશ. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું હતું અને અશુભ અનુબંધ અટકાવ્યો હતો. હેય-ઉપાદેયનો વિવેક અનુબંધની આધારશિલા છે. સમકિતી જીવને હિંસામાં પણ હેય બુદ્ધિ જ હોય-અનુબંધ પુણ્યનો જ પડે. હિંસા હોવા છતાં સબુદ્ધિ કામ કરી જાય છે. અશુભ અનુબંધ પડે તો પાપની Link (પરંપરા) ચાલુ થાય છે. ઊંધી બુદ્ધિ આવે, અવિરતિમાં તેને સુખ લાગે Vicious Circle ચાલે. માટે અશુભ અનુબંધને શિથિલ કરો. જિનાજ્ઞા સ્વીકારી દુર્બુદ્ધિને નબળી પાડીએ. ચૌભંગી : ૧. આત્માનું વલણ શુભ, મન વચન કાયાનાં વિચાર, શબ્દો, વર્તન પણ
શુભ. આ વખતે બંધ અને અનુબંધ પુણ્યના બંધાય અને માટે પુણ્યાનુબંધન પુણ્ય બંધાયુ કહેવાય.
૨. વલણ અશુભ, યોગ અશુભ, પાપાનુબંધી પાપ બંધાયું. =================^ ૨૪૩ -KNEF==============