________________
મુનિ ભગવંતોની વાણી
જીવન-મૃત્યુ પ. પૂ. મુનિરાજ શ્રી હરીશભદ્ર વિજયજી લિખિત પુસ્તક “ફૂલ અને ફોરમ'માંથી...
नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः ।
न चैनं कलेदयन्त्यापो, न शोषयति मारुतः ।। ભાવાર્થ : કોઈપણ શસ્ત્ર આત્માને છેદી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને વાયુ તેને સુકાવી શકતો નથી. આત્મા અમર છે.
(કર્મ) બંધ સમયે ચિત્ત ચેતીએ રે, ઉદયે શો સંતાપ?
આઉર પચ્ચકખાણ, પન્ના સૂત્રમાં ધ્યાનનાં પ્રકારોનો અધિકાર આવે છે. તેમાં આર્તધ્યાનનાં ૬૦ પ્રભેદ બનાવ્યા છે.
આવશ્યક સૂત્રોમાં જય વિયરાય, નમુત્થણ સૂત્ર વીતરાગ પરમાત્માનો પરિચય કરાવનાર અને દેવાધિદેવ સમક્ષ પ્રાર્થના કરાવનાર સૂત્ર છે. તેમાં આરાધક ૧૩ માગણીની સાથે માત્ર સમાધિમરણની યાચના કરે છે.
૧. ભવનું ઉદાસીપણું, ૨. માર્ગાનુસારીપણું, ૩. વાંછિત ફળની પ્રાપ્તિ, ૪. લોક વિરુદ્ધ કામોનો ત્યાગ, ૫. ગુરુજનની પૂજા, ૬. પરોપકાર, ૭. સગુરુનો મેળાપ, ૮. તેમના વચનોની સેવા, ૯. તેમના ચરણોની સેવા, ૧૦. દુ:ખનો ક્ષય, ૧૧. કર્મનો ક્ષય, ૧૨. સમાધિમરણ, ૧૩. સમકિતનો લાભ.
જ્ઞાનપ્રાપ્તિ, સંસ્કાર નિધિ, સમજશક્તિ, બુદ્ધિ અને સંતોષની વૃત્તિ કેળવવાથી જીવન સફળ બનાવાય છે. સંતોષી જીવનું જ્ઞાનધન ખૂટતું નથી, આપત્તિ ન આવે તેથી કાળાંતરે ઘટે અને મુક્તિ મળે એ નિશ્ચિત છે. માટે જ “સંતોષી નર સદા સુખી' કહ્યું છે. “તૃપ્તિ કેળવવાથી, ઈન્દ્રિયોની શિથિલતા જીવનમાં બાધા ઉત્પન્ન કરી શકતી નથી.
આહાર સંજ્ઞાને ઘટાડવી હોય તો વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, ઉણોદરી વગેરે તપ કરવાનો આદેશ છે. ==================== ૩૨ --------------- ----*