________________
>>>>
કામરાગ અને સ્નેહરાગનું વૈચિત્ર્ય
તત્ત્વષ્ટિ !
કર્મનો સિદ્ધાંત છે કે, અતિશય સ્નેહ હોય તેનો યોગ (મેળાપ) કરાવે.
કપિલનો, મરિચીના ભવમાં ભગવાન મહાવીરને પ્રથમવાર શિષ્યરૂપે યોગ થયો. ભવોભવ સ્નેહ વધતો ગયો અને મહાવીરનાં છેલ્લા ભવમાં, ગૌતમ ગણધર તરીકે વળી ખૂબજ નિકટનો સંબંધ બંધાયો. ગૌતમનો મહાવીર-ગુરુ પ્રત્યેનો સ્નેહ પ્રબળ હોવાને કારણે નિર્વાણપદને પામવામાં બોધરૂપ થયો અને એ જ્ઞાન થતાં, રાગ છૂટ્યો અને મોક્ષપદ હાંસલ કર્યું.
પ્રબળ રાગનું પુણ્ય એવું છે કે, જો શુભ હોય તો પુણ્યાનુબંધી બની, જીવને સફળતાના શિખરોનું આરોહણ કરાવે છે. પરંતુ અંતે તો તે પુણ્યને પણ ખપાવવાનું જ હોય છે ! શુભ સ્નેહરાગ જેમાં સ્વાર્થ અને અશુભ ભાવોનો અભાવ હોય, તે શરૂઆતમાં જીવનને જ્યોતિર્મય માર્ગ પર આગેકૂચ કરવામાં, અંતરનો આનંદ તથા અગમ્ય આકર્ષણનાં ફળરૂપ બની અંતમાં યથાર્થ ફળ અપાવવામાં મદદરૂપ થઈ શકે છે. નિર્દોષતા તથા સમર્પણના ગુણો વડે રાગને શણગારતા રહેવું પડે.
અનુકૂળ પાત્રમાં શરૂઆતમાં કામરાગ થાય, પછી સાનુકૂળ સહવાસ વધે તેમ કામરાગ સ્નેહરાગમાં પલટાઈ જાય, જેની શૃંખલા ભવોભવ ચાલે. ગુણિયલ જીવ ૫૨ સ્નેહ બંધાય તો જોખમ ઓછું. ભૂલોનો પશ્ચાતાપ આરાધનાના માર્ગે પણ દોરે છે અને યથાર્થ જાગૃતિ પણ બનાવનારો હોય છે. તીવ્ર કલુષિત ભાવનો અભાવ ખૂબ જરૂરી છે.
આ સ્નેહરાગ કે કામરાગને જારી રાખવા માટેની Excuse યા ઉચિત દ્દષ્ટાંતને અનુચિત રીતે ખપાવવાનો પ્રયત્ન ન હોવો જોઈએ. આર્જવ તથા માર્દવ ગુણના રસાયણ સાથે જ જીવનાં રોગ સમા રાગને કેળવવો પડે. વર્તમાનનો આનંદ પુરુષાર્થ તથા દીર્ઘદૃષ્ટિ વડે સુવાસિત કરીએ. કિમ્ બટ્ના ?
****************** 32 ******************