________________
****
**
ભગવાને દયા આત્મકલ્યાણના ઉદ્દેશથી ક૨વાની કહી છે. જેને સંસારમાં ૨સ છે તેને સ્થૂલ જીવોની દયા કરતો હોવા છતાં તત્ત્વથી હિંસાનો જ રસ છે. આવી દયામાં જિનાજ્ઞા નથી જ. આવો ધર્મ તત્ત્વથી ધર્મ નથી જ.
ભૌતિક સ્વાર્થ તે સ્વાર્થ, આધ્યાત્મિક સ્વાર્થ તે પરમાર્થ.
તમારા આત્મિક સુખમાં, સ્વકલ્યાણમાં જ જગતનું કલ્યાણ છે અને સ્વાર્થમાં પરપીડનની પરંપરા છે.
તમારા આત્માનું કલ્યાણ ના થાય, હિત ના થાય તેવા અહિંસા-સત્યનો જૈનધર્મને આગ્રહ નથી. કોઈપણ ધર્મ દ્વારા છેલ્લે આત્માની ઉન્નતિ જ કરાવવી છે. જો આત્માની અવનતિ થતી હોય તો તે ધર્મ, ધર્મ નથી. જિનાજ્ઞા :
* ‘જિન’ એ વ્યક્તિવાચક શબ્દ નથી માટે જિનાજ્ઞા મોક્ષ માર્ગાનુસારિતાનું લક્ષ્ય વિકસાવે છે અને તેથી તે આત્મા તરશે.
જિનાજ્ઞા ત્યાગ-સંયમ ધર્મની છે. અત્યારે ભગવાન અને સદ્ગુરુ પ્રત્યેનો રાગ કરો. મોહના ક્ષયથી જ ધર્મ છે.
* મેઘકુમારના જીવે હાથીના ભવમાં એક સસલાની દયા પાળીને મોક્ષસાધક ગુણો કેળવ્યા.
* જે જીવને અત્યારે જે આત્મહિતકારી છે તે તેના માટે માર્ગ છે, આજ્ઞા છે.
* પ્રશસ્ત કષાયરૂપ દયાનો ભાવ છોડવાનો છે, પ્રશસ્ત કષાય શુભભાવ છે.
સાધુ અને શ્રાવક બંને માટે નિયત જિનાજ્ઞા છે. સૂક્ષ્મ જયણા સંપન્ન આચાર પાળતી વખતે સાધુ કે શ્રાવકે ક્રમશઃ સ્વાધ્યાય રૂપે પ્રતિદિન સિદ્ધાંતશાસ્ત્રનો અભ્યાસ ક૨વાનો છે.
રોજ ભણો અને નવો નવો બોધ મેળવો.
****************** 30 ******************