________________
***
܀
܀
***
દા.ત. ઉત્તમ શાસ્ત્રો કોઈ ચોરી ગયું હોય ત્યારે નૈતિકતાનું પૂછડું પકડીને બેસી રહો તે ન ચાલે. જિન શાસનની પતાકા, શાસન પ્રભાવના અટકી પડે તે પણ અનુચિત્ત ગણાય છે.
܀
જે જેને માટે અવશ્ય હિતકારી હોય તેને જ જિનાજ્ઞા કહેવામાં આવે છે. દા.ત. દીકરો માંદો પડ્યો હોય તેની સા૨વા૨ કૌટુંબિક ધર્મ જ નહીં પણ જિનાજ્ઞા અનુસારની ફરજ છે. શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ કોણ દીકરો ને કોણ બાપ ? બધાં આત્મદ્રવ્ય સ૨ખા છે એમ વિચારી નિર્લેપતાથી બેસી કંઈ જ ના કરો ત્યારે શુદ્ધ શ્રેષ્ઠધર્મ પણ હિતકારી ના કહેવાય. અભવ્ય-દુર્વ્યવ્ય જીવો જૈનધર્મની શ્રદ્ધા કેળવે, શ્રાવકાચારના અનુષ્ઠાનો પાળે, યાવત્ જીવન મહાવ્રતો પાળે છતાં જીવો જિનાજ્ઞાની બહાર છે.
જૈનેત૨ હોય પરંતુ જિનાજ્ઞા પ્રમાણે વર્તતો હોય તો તે ધર્મ તેના આત્મકલ્યાણની ગેરંટી આપે છે. જે ‘પાપરૂપ હિંસા ના કરાય’ તેવી દયા પાળતો હોય તો જિનાજ્ઞામાં જ કહેવાય.
કોઈને દુઃખ દેવાનો મને અધિકા૨ નથી. માટે આ અસાર સંસારમાં મારા ભૌતિક સુખ માટે બીજાને શા માટે દુઃખી કરવા? આવું માનનાર જૈનેતર જીવો જિનાજ્ઞામાં જ છે.
જેનું ચિંતન વિવેકદૃષ્ટિને ખોલી દે અને આત્મકલ્યાણના લક્ષ્યથી દયા પાળે તેવા જીવમાં ચોક્કસ જિનાજ્ઞા મુજબનો ગુણ છે, માટે તેની પ્રવૃત્તિ ધર્મ છે. જે જૈનધર્મમાં જન્મેલો હોવા છતાં “મારે મોક્ષે જવું નથી' મારે તો અહિં રહીને અનેક જીવોનો ઉદ્ધાર, જીવો પર પરોપકાર કરવો છે. મેં માનવ દયાને જીવનનું ધ્યેય બનાવ્યું છે. મને તો ફક્ત સત્કાર્યમાં જ રસ છે.’’ વાસ્તવમાં જ આવું કર્યું હોય પણ અધ્યાત્મ તત્ત્વની કાંઈ ખબર ના હોય, જિનાજ્ઞા સાથે કાંઈ સંબંધ ધરાવતો ના હોય તેથી આ મનમાં ઊગી નીકળેલી દયા છે. ભગવાને કહેલ દયા નથી. શુભભાવથી પુણ્ય બંધાશે પણ તેનું આત્મકલ્યાણ નહીં થાય.
****************** ** ******************