________________
ઓણા એ ધમો * ભવ્ય આત્માઓની સભામાં વીતરાગ ભગવંતોની પવિત્ર વાણી વહેંચવાની
તક પુણ્યોદય હોય તો જ મળે. એના માટે સૌનું ઋણ માથે અને ઈચ્છીએ કે
સૌ આત્મ કલ્યાણના માર્ગે ખૂબ પ્રગતિ કરીએ.... જિનાજ્ઞા : જેમ તને તારો આત્મા વહાલો છે તેમ
સોને પોતાનો આત્મા વહાલો જ છે, માટે સર્વાત્મામાં સમદ્રષ્ટિ રાખ,
સર્વ જીવને તારી જેમજ સુખ ગમે છે. ૪ ધ્યાનમાં બે શુભ ધ્યાન છે તેમાનું ધર્મધ્યાન સમ્યગ્દષ્ટિ આત્મા જ કરી શકે છે.
જેના ૪ પ્રકાર છે. તેમાંનો પહેલો ભેદ : ૧. આજ્ઞા વિચય ૨. અપાય વિચય
૩. વિપાક વિચય ૪. સંસ્થાન વિજય આજ્ઞા વિચયઃ (જિનેશ્વરની આજ્ઞાં ચિંતન)
દયાધર્મ આજ્ઞામાં રહીને પાળવાનો છે. દરેક જીવો પ્રત્યેની દયા. ફ્રીજમાં દહીં ખાટું થઈ જ જાય. કાળ આવતાં રાત્રે તમસ્કાયના જીવો ઉત્પન્ન થાય જ.
રોજિંદા જીવનમાં વ્યવહાર લૂખો ન રાખવો હોય તો જિનાજ્ઞામાં રહી ધર્મ આચરવો જોઈએ.
ધ્યાનથી કર્મનાશ થાય. શ્રવણ-મનન-ચિંતન-ધ્યાનથી કર્મબંધ ઢીલા થાય. * ધર્મને પાળવો હોય તો સૌ પ્રથમ જિનાજ્ઞામાં આવી જવું જોઈએ. પછી નૈતિક
કર્તવ્ય પાળો, માનવતાના ગુણ કેળવો, કૌટુંબિક કર્તવ્યો અદા કરો. દયા,
પરોપકાર, કરુણા, મૈત્રી, નિયમ, ભક્તિ સર્વ કર્તવ્યોનું પાલન કરો. =================K ૨૮ -KNEF==============