________________
આહાર ત્રણ પ્રકારે : ઓજાહાર : માતાના ગર્ભમાં લેવાતો આહાર લોમાહાર ઃ શરીરના છીદ્રો દ્વારા લેવાતો આહાર કવલાહાર : મુખ દ્વારા કવલથી (કોળિયા વડે) લેવાતો આહાર ૨૮ કવલ સ્ત્રી માટે, ૩૨ કવલ પુરુષ માટે, વૃત્તિસંક્ષેપ તપ. ઈન્દ્રિયોમાં ઉપયોગ રાખીએ : સ્પર્શથી કરેલા પાપ, પ્રભુની પુષ્ય પૂજાથી બળે છે. રસનેન્દ્રિયથી કરેલા પાપ, વીતરાગની સ્તવનાથી બળે છે. ધ્રાણેન્દ્રિયથી કરેલા પાપ, સચિત્ત-અચિત્ત ગંધમાં સમભાવ રાખવાથી ખપે. ચક્ષુરેન્દ્રિયથી કરેલા પાપ, પ્રભુ દર્શનથી ઘટે છે. શ્રોત્રેન્દ્રિયથી કરેલા પાપ, વીતરાગ વાણીના શ્રવણથી ખપે છે. અવિરતિથી કરેલા પાપ, વિરતીની આરાધનાથી મટે છે. પાંચ દ્રવ્યનાં પરિણામ જાણવા-સમજવા જેવાં છે ? પૃથ્વી : પૃથ્વીમાં સમયસર પોષક તત્ત્વ મળે તો વનસ્પતિ થાય. પાણી : જીવની જઠરાગ્નિને ઠારે. (પીવાથી સંતોષ થાય)
અગ્નિને પણ બુઝાવી દે, શરીરને પણ પવિત્ર કરે. અગ્નિ ? નકામા દ્રવ્યને બાળીને ભસ્મ કરે. વાયુ શરીરમાં વાયુ થાય તો નુકસાનને આમંત્રે છે.
જંગલમાં અગ્નિને વાયુ ફેલાવે છે. આકાશ : વ્યાપક જગ્યા. દરેક દ્રવ્યને પોતાનામાં સ્થાન આપે.
બધે સાનુકૂળતા કરે તે આકાશ. * જન્મ-મરણ ઘટે ત્યારે જીવન સફળ થયું કહેવાય. Kakkkkkkkkkkkkkkkk ૩૩ kkkkkkkkkkkkkkkkkk