________________
‘પરિચય'
વિજય દોશી, શાઊંટ, નોર્થ કેરોલીના, યુ.એસ.એ.
૧૯૬૯થી અમેરિકામાં structural Engineeringના અભ્યાસાર્થે ગયા બાદ ૧૯૮૩માં ભારત, કાયમ વસવાટ માટે પાછા આવવાનું થયું. દોઢેક વર્ષ બાદ યુ.એસ.એ. પાછા જવાનું થયું. નિમિત્ત બળવાન છે. શાર્લોટમાં, ૧૯૭૧થી અત્યાર સુધી જીવન વ્યતીત થઈ રહ્યું છે. જૈન ધર્મની રુચિ પહેલેથી જ હતી. ઉત્તરોત્તર વધતી ગઈ. તત્ત્વાર્થ સૂત્ર, કર્મ ગ્રંથ તથા અન્ય જૈન સિદ્ધાંતોનો સ્વાધ્યાય જીવનને અધ્યાત્મ સભર કરતો રહ્યો. આપની સમક્ષ “શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે પુસ્તક રજૂ કરતાં એક સ્વપ્નની પૂર્તિ સમ આનંદ ઉલ્લાસની અનુભૂતિ થાય છે. જૈનમ્ જયતિ શાસનમ્.
“શ્રત ભીની આંખોમાં વીજ ચમકે' પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી હરીશભદ્ર વિજયજી મહારાજનાં શબ્દોમાં, શ્રત – એટલે સમ્યજ્ઞાન. મોક્ષ માર્ગનો પરિચય.
ભીની આંખો – જ્ઞાનનું અધ્યયન કરનારના નેત્રો, જન્મ-મરણ સુધારવા માટે ભીના થાય તે જરૂરનું જ છે.
વીજ ચમકે – મેઘ-વરસાદનું આગમન, વીજળીના ચમકારાથી સમજી શકાય તેમ જ્ઞાનનાં અનુભવથી, મનન, ચિંતનથી જીવનમાં જાગૃતિ આવે અને આત્મા પરમાત્મ પદનો અધિકારી બને એ નિશ્ચિત છે.
આ ભાવોનાં સંકલનરૂપ પ્રસ્તુત ગ્રંથ વાચક વર્ગનાં સર્વ જીવોને શુભાનુબંધનું નિમિત્ત બને એવી અંતર અભ્યર્થના...
શ્રત ભીની આંખોમાં વીજ ચમકે, વીતરાગની વાણીનું ઝાંઝર ઝમકે.
=================K 29 -KNEF
============