________________
૪૧. વિચારના આધારે માંડ ૧ ટકો કર્મબંધ, ભાવાત્મક વ્યક્તિત્વના આધારે
- ૯૯ ટકા કર્મબંધ. (રુચિ) ૪૨. જૈન દર્શનમાં માત્ર પ્રવૃત્તિ અને વિચારનું મહત્ત્વ અતિ અલ્પ છે. ૪૩. કસાઈ ઊંઘતો હોય એટલે અહિંસક નથી. ૪૪. T.V. એ idiot box, છે, જે જીવને વગર લેવા-દેવાએ પાપની રુચિ, તીવ્ર
આવેશ દ્વારા ઘોર પાપો બંધાવે છે. T.V. જોતી વખતે ઘણાને અસંખ્ય ભવની
તિર્યંચગતિ સતત બંધાય છે. ૪૫. પાપને પાપ ન માનવું એટલે પાપબંધમાં ગુણાકાર કરવો!
જૈન ધર્મનાં કર્મવાદમાં રહસ્યો જૈનધર્મનાં કર્મવાદની વિશિષ્ટતાઓ રહસ્યમય ભાસે છે. પરંતુ સર્વજ્ઞ કથિત હોવાથી અનુભવાયેલ ફળશ્રુતિ વિગેરેનું વિવેચન, એક સમ્યક્ માર્ગ પર જવાને પ્રેરણા આપે છે.
કર્મ પુદ્ગલ - (Maretial body) છે, એ વિચારધારા જૈન ધર્મ સિવાય ક્યાંય બીજે હયાત નથી. કર્મ શું છે? કર્મનો ઉદય શાને કારણે થાય છે? કર્મનાં આઠ કરણો ક્યા ક્યા? કર્મોનાં આઠ પ્રકાર તથા તેના બંધ હેતુઓ ક્યા ક્યા? કેવલી ભગવંતોને થાક કેમ નથી? ગતિ સતત બંધાય છે, પરંતુ આયુષ્ય એક જ વખત જીવ બાંધે છે. તો શું કર્મબંધમાં ગતિની પ્રધાનતા છે? પ્રશ્નો જ પ્રશ્નો અને જવાબો.
કર્મનોનું Team-work તથા કર્મોનું સંચાલન એક અભૂત રીતે થયા કરે છે તેની ઊંડી સમજણ, કર્મવાદનાં રહસ્યોનાં વિષયને ખૂબ રસભરી રીતે શણગારે છે. જડ એવા કર્મની અચિંત્ય શક્તિને ઘાત કરનાર ચેતન દ્રવ્ય-આત્માની અનંત શક્તિ, જીવ રત્નત્રયીના આધારે ચૌદ રાજલોકનાં ઊર્ધ્વતમ શિખર એવા મોક્ષને સર કરે છે, કરી શકે છે એ વિચાર જૈન ધર્મનાં કર્મવાદના રહસ્યોમાં શું શું ભર્યું છે તે જાણવા અભ્યાસ પ્રેમી જીવને ઉત્સુક કર્યા વગર રહે નહીં! આ ખૂબ રસસભર સ્વાધ્યાયનો સ્વાદ માણવા તમો સૌને આમંત્રણ છે. રહસ્યોનો ઉકેલ તો જ મળેને! ================= ૨૫૫ -KNEF==============