________________
૩૦. જગતનાં બધા વૈભવયુક્ત પદ-સ્થાન (positions) સમકિત દૃષ્ટિ માટે
અનામત (Reserve) છે. ૩૧. ટાઈમસર ભૂખ લાગવી, ટાઈમસર ખાવા મળવું, પચ્યા પછી સમયસર ઝાડો
થવો, બધું પુણ્યથી જ બની શકે છે. અરે! પથારીમાં પડખું પણ પુણ્યની
મહેરબાનીથી જ ફેરવાય છે. ૩૨. કર્મરાજા મહાબલિષ્ટને નિર્બળ, મહાબુદ્ધિશાળીને બેવકૂફ, મહાધનાઢ્યને
ભિખારી અને મહારૂપવાનને કદરૂપો બનાવી શકે છે. ૩૩. પુણ્યકર્મના ઉદયથી મળેલી શક્તિઓનો જીવ જો દુરૂપયોગ કરે, તો તે
શક્તિઓ કુદરત આંચકી લે છે. જો સદુપયોગ કરે તો કુદરત પરભવમાં
એ ફરી અર્પે છે. ૩૪. ગુનો કરે અને વળી ગુનાને સારો માને, એને કુદરત ભારે સજા કરે છે. ૩૫. સમ્યગ્દષ્ટિ ગુસ્સામાં હોય ત્યારે પણ વૈમાનિક દેવલોકનું જ આયુષ્ય બાંધે
છે. સમ્યગુદર્શનનો આ પ્રભાવ છે. ૩૬. જૈનકુળના કુલાચારો પણ પરિણામપૂર્વક પાળનાર જીવ, ભલે કદાચ
તાત્ત્વિક વૈરાગ્ય, શ્રદ્ધા ના પામ્યો હોય, છતાં ૯૯.૯૯ % સગતિમાં જ
જાય છે. ૩૭. નયસારના જીવે ઊંચી વિવેકશક્તિ અને વૈરાગ્ય દ્વારા ઊંચુ પુણ્ય બાંધ્યું. ૩૮. ભાવ દયા એટલે આત્માના સુખ દુઃખની ચિંતા. સ્વ આત્માની ચિંતા થવી
તે સ્વાર્થ જ ખરેખર પરમાર્થ છે. ૩૯. આત્માના કલ્યાણમાં જગતનું કલ્યાણ છે. કારણ કે, એક જીવ મોક્ષમાં જાય
એટલે અનંતા જીવોની અહિંસા, દયા, મૈત્રિ, આદિ થાય છે. સ્વ-કલ્યાણને
ભૂલી જે પર-કલ્યાણમાં ગોઠવાય છે તે જીવ અધર્મ કરે છે. ૪૦. સ્વની ભાવદયા કરનારો જ બીજાની ભાવદયા કરવાનો અધિકારી બને છે.
ભાવદયામાં કાયમી આત્મિક દુઃખો પણ દૂર થાય છે. તીર્થકરની ભાવદયા પરાકાષ્ઠાની શ્રેણિની છે.