________________
૨૦. ધર્મનાં અજ્ઞાન જ્ઞાનાવરણીય ગાઢ કર્મ નથી પરંતુ તે લક્ષ્મપૂર્વક તોડવાનાં
પુરુષાર્થની ખામી જ કારણરૂપ છે. ૨૧. પુષ્ય-પાપનો બંધ, સંગ્રહ, ઉદય અને ક્ષય એક સાથે પૃથક્ પૃથક થઈ
શકે છે. ૨૨. બધી ઉપાધિનું મૂળ દેહ છે. દેહ એ આત્માનું મહાબંધન છે. ૨૩. નિકાચિત કર્મ એટલે સમુચિત પુરુષાર્થ કર્યા પછી પણ જે તૂટે નહીં.
અશુભ નિકાચિત થવામાં કારણ – દોષની તીવ્ર રુચિ.
શુભ નિકાચિત થવામાં કારણ – ગુણની તીવ્ર રુચિ. ૨૪. તમામ કર્મોનો ઉદય નિમિત્તની અપેક્ષા રાખે છે.
અનુકૂળ (Favourable) નિમિત્ત કર્મ ફળ આપે. પ્રતિકૂળ (Unfavourable) નિમિત્ત - બરાબર ફળ કર્મનાં આપે. માટે કર્મનાં નિમિત્તો તોડી શકો તો તેના હાથ-પગ ભાંગી જવાથી કર્મ યોગ્ય
વિપાક ન બતાવી શકે! ૨૫. નાસ્તિકની ઘણી દયા કરતાં આસ્તિકની અલ્પ દયા ઘણું ઊંચુ પુણ્ય
બંધાવે છે! ૨૬. પાપની પ્રવૃત્તિ થાય ત્યારે જ પાપ બંધાય એમ નથી. પાપનાં પરિણામ
આત્મામાં સતત પડેલા છે તેનાથી સતત પાપ બંધાય છે. દા.ત. ઊંઘમાં હિંસાની પ્રવૃત્તિ નથી, પરિણામ છે માટે હિંસા યોગ્ય પાપ
બંધાય છે. ૨૭. જડ કર્મ ચેતન આત્મામાં વિકૃતિઓ ઊભી કરે છે. માટે જડ એવા કર્મ,
આત્માનાં રોગોનું મૂળ છે. ૨૮. ફક્ત માનવીની દયા કે પ્રાણીની દયાનાં આચરણ કરતાં જીવ માત્રની દયાનું
આત્મ પરિણામની રુચિ ઊંચી જાતનું પુણ્ય બંધાવે છે. ૨૯. આજીવન કહાનીતિ - સદાચાર પાળનાર પણ, પૂર્ણ દયાની રુચિ વગર
સાતમી નરકમાં જાય છે. દા.ત. ચક્રવર્તીઓ.
=================^ ૨૫૩ -KNEF==============