________________
૧૧ “મિચ્છામિ દુક્કડું' એ મહાવાક્ય છે.
સાચું મિચ્છામિ દુક્કડ દેવાની પૂર્વશરત છે, “પાપમય સંસાર પ્રત્યેનો
કંટાળો-અરુચિ.” ૧૨. જેવા ભાવે પાપ સેવાયું હોય તેવા જ પ્રતિસ્પર્ધી ભાવ દ્વારા પશ્ચાતાપ થાય
તો તે પાપ વગર ભોગવે ખપી શકે. ૧૩. દેહ, ઈન્દ્રિયો, મન, કર્મ બાંધતા નથી, આત્મા સ્વયં કર્મ બાંધે છે. હા,
ઈન્દ્રિયો શુભાશુભ કર્મ બાંધવાનાં સાધનો બની શકે છે. દા.ત. ચશ્મા, આંખ
જોવાનું સાધન છે પરંતુ જોનાર આત્મા સ્વયં છે. ૧૪. શુભ પ્રવૃત્તિ શુભ આત્મ પરિણામપૂર્વક કરવી, પરંતુ અશુભ પ્રવૃત્તિ કરવી
પડે તો પણ અશુભ આત્મ પરિણામ ન કરવા. અભિનવ શેઠે દાનનાં પરિણામ વગર દાન કર્યું અને લેશ માત્ર પુણ્ય ન બાંધ્યું. રણશેઠે દાનની પ્રવૃત્તિ કર્યા વગર શ્રેષ્ઠ આત્મ પરિણામ દ્વારા
વિવેકયુક્ત ઊંચુ પુણ્ય બાંધ્યું! ૧૫. શુભાશુભ ભાવ, કર્મનો સર્જક છે. શુદ્ધભાવ કર્મનો વિસર્જક છે. ૧૬. પ્રશસ્ત કષાય એટલે નિઃસ્વાર્થ ભાવ, અર્થાત્ સ્વ-પરનાં હિતની બુદ્ધિથી
પ્રગટ થયેલ કષાય. ૧૭. મોક્ષમાં સાથે “શુદ્ધ ભાવ' લઈને જવાનું છે.
પ્રથમ શુદ્ધ ભાવ - તાત્ત્વિક વેરાગ્ય દ્વિતિય શુદ્ધભાવ - સમયગદર્શન રૂપ વિવેક
તૃતિય શુદ્ધભાવ – ભાવ વિરતિ. ૧૮. ચમત્કારનાં આકર્ષણથી અંજાતો, ચમત્કારી સાધુનાં ખપ વાળો નિયમ
મિથ્યાદૃષ્ટિ છે. ભૌતિકતાની તીવ્ર અસર છે માટે. ૧૯. કર્મની ૩ અવસ્થાઓ છે. (૧) બંધ, (૨) ઉદય, (૩) સત્તા. વૈદિક ધર્મમાં
તેને ૧. ક્રિયામણ કર્મ, ૨. પ્રારબ્ધ કર્મ, ૩. સંચિત કર્મ તરીકે ઓળખે છે.
=================^ ૨૫૨ -KNEF==============