________________
કર્મવાદ કર્ણિકાઓ
- પ.પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ.સા. ૧. કર્મ નામની મહાસત્તા આપણી પ્રત્યેક ઘટનાનું વ્યવસ્થિત સંચાલન કરે છે. ૨. કર્મબંધ ભાવ પ્રધાન છે. પરિણામ નિરપેક્ષ બંધ હોઈ શકે નહીં. ૩. સંસારમાં ભાગ્યની પ્રધાનતા છે. પુરુષાર્થ એ ગૌણ સહકારી કારણ છે.
ધર્મમાં પુરુષાર્થની પ્રધાનતા છે. સદ્ગતિ આદિ સામગ્રી પૂરતી જ
પુણ્યકર્મની આવશ્યકતા છે. ૪. જ્યાં રાગરૂપી-દ્વેષરૂપી ચીકાશ હોય ત્યાં ચોંટવું એ કર્મરૂપી પદાર્થનો
પ્રકૃતિગત ગુણધર્મ છે. જેમ અગ્નિનો સ્વભાવ બાળવાનો છે, ચંદનનો સ્વભાવ શીતલતાનો છે, તેમ આત્મામાં રાગ-દ્વેષની પરિણતિરૂપ ચીકાશ થવાથી, સહજ સ્વભાવથી કર્મવર્ગણા આત્મા પર ચોંટે છે અને પછી તેને
અનુરૂપ યોગ્ય વિપાકો બતાવે છે. ૫. પુદ્ગલની શક્તિ જડતાયુક્ત છે. આત્માની શક્તિ પુદ્ગલની શક્તિ પર
સંપૂર્ણ વર્ચસ્વ જમાવી શકે છે. ૬. આત્માનું પુદ્ગલ પ્રત્યેનું ખેંચાણ-આકર્ષણ જ જડ એવા કર્મોને આત્મા પર
ચોંટાડે છે. ૭. લાગણી એ ચેતનનું લક્ષણ છે. વૈજ્ઞાનિક સંવેદનશીલ લાગણીયુક્ત યંત્ર
બનાવી શકે તેમ નથી. ૮. “રાગ’ એ કર્મને ખેંચવા માટેની ચુંબકત્વ શક્તિ છે. ૯. જીવનનાં પૂર્વાર્ધમાં પુરુષાર્થ, બુદ્ધિની તીવ્રતા, છતાં અર્થપ્રાપ્તિમાં અસફળતા.
આનું કારણ? ભાગ્યવાદ! ૧૦. કર્મનો જથ્થો નક્કી કરનાર ક્રિયા છે (આત્મ પ્રદેશોનું સ્પંદન, કંપન), કર્મનો
બંધ (રસ, પ્રકૃતિ, સ્થિતિ), નક્કી કરવામાં આત્માનાં પરિણામ છે. લેશ્યા
અજાગૃત (લબ્ધિ) મનરૂપ અધ્યાવસાય “રસ' નક્કી કરે છે. =================^ ૨૫૧ -KNEF==============