________________
મોહવૃક્ષ : તત્ત્વનું અજ્ઞાન એ મોહનું શરીર છે, તત્ત્વનું જ્ઞાન ચારિત્ર ધર્મનું શરીર છે.
સમૂહથી આઠેય કર્મનો બંધ મોહના પરિણામથી થાય છે. તેનું બીજ ‘મિથ્યાત્વ' છે. એક માત્ર મોહનીય કર્મ જ બંધમાં વિષચક્ર ગોઠવે છે.
ભગવાને કર્મના બંધમાં, ઉદયમાં, કર્મની સત્તામાં ત્રણેમાં પુરુષાર્થવાદ સ્થાપ્યો છે.
મુખ્ય પાંચ નિમિત્તો કર્મના ઉદયમાં મહત્ત્વનો ભાગ ભજવે છે : ૧. દ્રવ્ય, ૨. ક્ષેત્ર, ૩. કાળ, ૪. ભાવ, ૫. ભવ. ભાવની અસર વધુ તીવ્ર અને ભવની અતિ ઉત્કટ અસર છે. સંક્રમણકરણ : શુભને અશુભમાં કે અશુભને અશુભમાં રૂપાંતર તે.
સંક્રાતિ - એક બીજામાં રૂપાંતર કરવું તે. બંધાયેલ કર્મની શક્તિ (રસ)નું રૂપાંતર, બંધાયેલ કર્મની પ્રકૃતિનું રૂપાંતર. બંધાયેલ અપયશને વશમાં કરણ દ્વારા ફેરવવું.
સામાન્ય રીતે મોટાભાગનાં જીવો પુણ્યને પાપમાં જ રૂપાંતર કરે છે. કારણ? તેમનો પુરુષાર્થ જ ઊંધી દિશામાં હોય છે.
ભૌતિક સુખ અને દુઃખનાં જ ગણિતો, સમ્યક આંતરિક પુરુષાર્થથી અળગા જ રાખે છે. ધર્મ દ્વારા પણ ભૌતિક સુખ ઈચ્છનારની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી છે. એવું જ્ઞાનીઓ કહે છે. (નિદાન શલ્ય) * જે અને જેના પરિણામથી અશુભ કર્મ બંધાયું હોય તે અને તેવા જ બરાબર
શુભ પરિણામ થાય તો અશુભને શુભમાં રૂપાંતર કરી શકે. એક જ ભવનો તીવ્ર શુભ ભાવ અનેક ભવનાં અશુભ કર્મોને શુભમાં
રૂપાંતર કરવાને સમર્થ છે. Vice a versa. જ સંસાર રસિકતા ભારે કર્મબંધ કરાવે છે. અલ્પ ક્રોધ પણ ભયંકર મોટું પાપ
બંધાવે છે. વૈરાગ્ય યુક્ત જીવ મોટા ક્રોધથી પણ નાનું પાપ બાંધે છે. વૈરાગ્ય =================^ ૨૫૬ -KNEF==============