________________
(તપ, ત્યાગ, સંયમ)ની તાકાત પ્રબળ છે. વૈરાગ્ય જ સાધક પરિણામ છે. જ સાચા ધર્મનો કાળ અતિ અલ્પ છે. (ભાવ ચારિત્રમાં વધુમાં વધુ ૭-૮ ભવ
જ છે.) જેનાંથી ભૂતકાળના અનંત પાપોની ક્ષપણા થાય છે. આ વિધાન સૂચવે છે કે ધર્મની શક્તિ અચિંત્ય છે. રામબાણ ઔષધ : અનંત ભવોનાં પાપનું પ્રાયશ્ચિત્ત, પરિણામ પૂર્વકની ‘વિરતિ' છે. પરિણામની તીવ્રતા કે મંદતાનો આધાર રુચિ પર છે. ગુણની રુચિપૂર્વકનો શુભ પરિણામ તીવ્ર છે, અરુચિ હોય તો મંદ. દોષની રુચિપૂર્વકનો અશુભ પરિણામ તીવ્ર છે, અરુચિ હોય તો મંદ. દષ્ટાંતઃ નાનો અહિંસાનો ધર્મ સેવ્યો અને સાથે રુચિ પણ અહિંસાની - તીવ્ર શુભ પરિણામ. છે કરોડોનું દાન કર્યા બાદ પણ પૈસો મેળવવા જેવો જ લાગે તો શુભ
પરિણામ અતિમંદ. છે ઉપવાસ કરે પણ રુચિ ભોગમાં જ છે, ત્યાગમાં અરુચિ છે - મંદ શુભભાવ. નાની કીડીને મારે - હિંસાની રુચિપૂર્વક મારે, હિંસા એ પાપ છે એવું
એમાં ના માને તો નાની હિંસા પણ તીવ્ર અશુભભાવ છે. છે સમકિતી હોય - લોભીયો હોય છતાં પૈસાને મેળવવા લાયક નથી એવું
દૃઢપણે માનનારો હોવાથી મંદ અશુભ પરિણામ બાંધે છે. નિમિત્તોની મહત્તાઃ કર્મની કાર્યશક્તિમાં અર્થાત્ કર્મનો વિપાક બતાવવામાં નિમિત્તો હાથપગ સમાન કહ્યાં છે. નિમિત્તો અનુકૂળ-સબળા : કર્મનો વિપાક કર્મશક્તિ હોય તેનાથી વધુ.
પ્રતિકૂળ-નબળા : કાર્યશક્તિ હોય તેનાથી ઓછો વિપાક.
મધ્યમ હોય : કાર્યશક્તિ હોય તેટલો જ વિપાક. =================^ ૨૫૭ -KNEF==============